- નાના બાળકને દીન બાબતે શિક્ષા આપવાની મહત્ત્વતા, જેવું કે તૌહીદની શિક્ષા, ઇસ્લામી આદાબની શિક્ષા વગેરે.
- અલ્લાહ પોતાના બંદાઓને બદલો તે પ્રમાણે જ આપે છે જેવો તે અમલ કરે છે.
- ફક્ત અલ્લાહ પર જ ભરોસો કરવાની શિક્ષા આપવી જોઈએ અને તેના સિવાય કોઈના પર ભરોસો કરવામાં ન આવે, અને તે ઉત્તમ કારસાજ છે.
- અલ્લાહના નિર્ણય તથા તકદીર પર ઈમાન અને તેનાથી ખુશ રહેવું અને તે વાતનો ઉલ્લેખ કે અલ્લાહ તઆલા એ દરેક વસ્તુનો નિર્ણય પહેલાથી જ કરી લીધો છે.
- જે અલ્લાહના આદેશોને વ્યર્થ કરશે તો અલ્લાહ પણ તેને વ્યર્થ કરશે, અને તે તેની રક્ષા નહીં કરે.