/ જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે, તો તે પોતાના નાકને ત્રણ વખત સાફ કરે; કારણકે શૈતાન તેના નાકના કાણાંમાં રાત પસાર કરે છે...

જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે, તો તે પોતાના નાકને ત્રણ વખત સાફ કરે; કારણકે શૈતાન તેના નાકના કાણાંમાં રાત પસાર કરે છે...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે, તો તે પોતાના નાકને ત્રણ વખત સાફ કરે; કારણકે શૈતાન તેના નાકના કાણાંમાં રાત પસાર કરે છે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે તો તેણે ત્રણ વખત નાક સાફ કરવું જોઈએ; નાકને સાફ કરવાનો અર્થ એ કે નાકમાં પાણી ચઢાવી તેને સારી રીતે સાફ કરવામાં આવે; કારણકે શૈતાન નાકના કાણાંમાં રાત પસાર કરે છે, -સંપૂર્ણ નાકમાં-.

Hadeeth benefits

  1. જે વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે તેના માટે ત્રણ વખત નાક સાફ કરવું શરીઅતનો આદેશ છે, કારણકે શૈતાનનો અસર ખતમ થઈ જાય, જો તે વઝૂ કરવા જઈ રહ્યો છે, તો તેમાં નાક સાફ કરવાનો આદેશ શામેલ છે.
  2. નાકમાં પાણી ચઢાવી નાક સાફ કરવાના ઘણા ફાયદા છે, નાકના અંદરના ભાગે પાણી ચઢાવવાથી નાક સાફ થાય છે અને પાણી સાથે ગંદકી બહાર નીકળી જાય છે.
  3. આ આદેશ રાત્રે ઊંઘ થી ઉઠ્યા પછી ખાસ છે; કારણકે હદીષમાં જે શબ્દ વર્ણન થયો છે "રાતપસાર" કરવા માટે ખાસ છે, ખરેખર ઊંઘ તો રાતની ઊંઘ જ છે, કારણકે તે લાંબા સમય માટેની હોય છે, અને તેમાં માણસની સ્થિતિ સ્થિર હોય છે.
  4. આ હદીષમાં દલીલ છે કે શૈતાન માનવી સાથે રહે છે અને તેને સહેજ પણ જાણ નથી થઈ શકતી.