અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે તેઓએકહ્યું; મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા, નબી ﷺ કહી રહ્યા હતા: «જ્યારે તમે મુઅઝ્ઝિનમેં સાંભળો...
નબી ﷺ માર્ગદર્શન આપી રહ્યા છે કે જે વ્યક્તિ મુઅઝ્ઝિનને સાંભળે તો તે તેની પાછળ તેના જેવા જ શબ્દો કહે, હય્ય અલસ્ સલા અને હય્ય અલલ્ ફલાહને છોડીને, તે બંન...
સઅદ બિન અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ અઝાન કહેનારની અઝાન સાંભળી કહે "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ મુઅઝ્ઝિન અઝાન સાંભળી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવ...
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ અઝાન સાંભળ્યા પછી આ શબ્દો કહે:...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ મુઅઝ્ઝિનની અઝાન સાંભળ્યા પછી કહેશે: (અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિ) અને આ તે અઝાનના...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અઝાન અને ઈકામત દરમિયાન દુઆ રદ કરવામાં નથી આવતી».
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અઝાન અને ઈકામત વચ્ચે દુઆ કરવાની મહત્ત્વતા વર્ણન કરી; કારણકે તે રદ કરવામાં નથી આવતી, તેનો જવાબ આપવામાં આવે છે માટે તમે તે સ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ટેકો આપી મસ્જિદ લાવનાર કો...
એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવીને કહે છે કે હે અલ્લાહના રસૂલ ! મારી મદદ કરનાર કોઈ નથી કે તે મારો હાથ પકડી મને પાંચેય નમાઝ માટે મસ્જિદ તરફ લઈ આવે, હકીકતમ...

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે તેઓએકહ્યું; મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા, નબી ﷺ કહી રહ્યા હતા: «જ્યારે તમે મુઅઝ્ઝિનમેં સાંભળો તો તમે પણ એવું જ કહો, પછી મારા પર દરુદ પઢો, કારણકે જે વ્યક્તિ મારા પર એક વખત દરુદ પઢશે, તો અલ્લાહ તઆલા તેના પર દસ રહેમતો ઉતારે છે, પછી અલ્લાહ પાસે મારા માટે વસીલો માંગો, કારણકે તે જન્નતમાં એક પદ છે, જે અલ્લાહના બંદાઓ માંથી એકને જ મળશે, અને મને આશા છે કે તે મને જ મળશે, જે વ્યક્તિએ મારા માટે વસીલાનો સવાલ કર્યો તેના માટે મારી ભલામણ અનિવાર્ય બની ગઈ».

સઅદ બિન અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ અઝાન કહેનારની અઝાન સાંભળી કહે "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ, રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે».

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ અઝાન સાંભળ્યા પછી આ શબ્દો કહે: "અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિત્તામ્મતિ, વસ્સલાતિલ્ કાઇમતિ આતિ મુહમ્મદનિલ્ વસીલત વલ્ ફઝીલહ, વબ્અષહુ મકામમ્ મહમુદલ્લઝી વઅદ્તહુ" (હે અલ્લાહ ! આ સંપૂર્ણ દઅવત અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર! અમારા પયગંબર (મુહમ્મદ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમ ને વસિલો અને ઉપલબ્ધિ આપ અને તેમને મહમૂદ નામની જગ્યાએ પહોંચાડ, જેના વિશે તારું વચન છે), તો કયામતના દિવસે તેના માટે આપ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમની ભલામણ અનિવાર્ય થઈ જશે».

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અઝાન અને ઈકામત દરમિયાન દુઆ રદ કરવામાં નથી આવતી».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ટેકો આપી મસ્જિદ લાવનાર કોઈ નથી, અર્થાત્ તેમણે નબી ﷺ પાસે ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી માંગી, તો નબી ﷺ એ તેને પરવાનગી આપી દીધી, જ્યારે તે પાછો ફર્યો તો નબી ﷺ એ તેને ફરી બોલાવ્યો અને કહ્યું: «શું તું અઝાનનો અવાજ સાંભળે છે?» તેણે કહ્યું: હા, તો નબી ﷺ એ કહ્યું: «તો તેનો જવાબ આપ» (અર્થાત્ નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાઓ).

અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «તમારું શું કહેવું છે, જો તમારા માંથી કોઈના દરવાજા પાસે નહેર વહેતી હોય અને તે દરરોજ તેમાં પાંચ વખત સ્નાન કરતો હોય, તો શું તેના શરીર પર કંઈ પણ મેલ બાકી રહી જશે» સહાબાઓએ કહ્યું: ના, તેના શરીર પર કંઈ પણ મેલ બાકી નહીં રહે, નબી ﷺએ કહ્યું: «આજ ઉદાહરણ પાંચ નમાઝોનું છે કે અલ્લાહ તેના દ્વારા બંદાઓના ગુનાહ માફ કરી દે છે».

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મે નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? નબી ﷺ એ જવાબ આપ્યો: «સમયસર નમાઝ પઢવી» મેં ફરી પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ જવાબ આપ્યો: «માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો» મેં પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું» અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ તે કાર્યો છે જેના વિષે મને નબી ﷺ એ જણાવ્યું, જો હું વધારે પૂછતો તો નબી ﷺ વધુ પણ કાર્યો જણાવતા.

ઉષમાન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ પણ મુસલમાન જ્યારે તની ફર્ઝ નમાઝનો સમય થઈ જાય અને તે તેના માટે સારી રીતે વઝૂ કરે, અને તે નમાઝને ખુશૂઅ (દિલની સંપૂર્ણ હાજરી) સાથે પઢે, અને સારી રીતે રુકૂઅ કરે, તો તે નમાઝ તેના માટે તેના પાછલા ગુનાહોનો કફ્ફારો બની જાય છે, સિવાય એ કે તે મોટા ગુનાહ ન કરે, અને આ મહત્ત્વતા હંમેશા માટે રહે છે».

અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «પાંચેય નમાઝો, એક જુમ્આથી લઈને બીજી જુમ્આ સુધી અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી પોતાનાથી થયેલ ગુનાહોનો કફફ઼ારો બને છે શરત એ છે કે મોટા ગુનાહોથી બચવામાં આવે».

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મૃત્યુની નજીક સામાન્ય વસીયત એ હતી: «નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો, નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો», આપ સતત આ વાક્યો કહેતા રહ્યા, જેના કારણે શ્વાસ ફુલવા લાગ્યો અને જબાન વડે બોલવામાં પણ તકલીફ થવા લાગી.

અમ્ર બિન શુએબ તેઓ તેમના પિતા અને તેઓ તેમના દાદાથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «જ્યારે તમારું બાળક સાત વર્ષનું થઈ જાય તો તેને નમાઝ પઢવાનો આદેશ આપો, અને જો દસ વર્ષનું થઇ જાય તો તેમને નમાઝમાં ગફલત કરવા પર મારો અને તેમની પથારી પણ અલગ અલગ કરી દો».

અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે, જ્યારે બંદો કહે છે: {الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ}, અર્થ: દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રશંસા કરી, જ્યારે બંદો કહે છે: {الرَّحْمَنِ الرَّحِيمِ}, અર્થ: (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારા વખાણ કર્યા , જ્યારે બંદો કહે છે: {مَالِكِ يَوْمِ الدِّينِ}, અર્થ: બદલાના દિવસ (કયામત) નો માલિક છે, કહે છે તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રતિષ્ઠતા વર્ણન કરી અને એક વખત કહે છે કે મારા બંદાએ તેના કાર્યો મારા હવાલે કરી દીધા, અને જ્યારે બંદો કહે છે: {إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ}, અર્થ: અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ, તો અલ્લાહ તઆલા કહે છે: આ ભાગ મારી અને મારા બંદા વચ્ચે છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે, પછી જ્યારે બંદો કહે છે: {اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ، صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ}, અર્થ: અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે. તો અલ્લાહ કહે છે: આ મારા બંદા માટે છે, જે તેણે માગ્યું».