/ નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો

નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મૃત્યુની નજીક સામાન્ય વસીયત એ હતી: «નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો, નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો», આપ સતત આ વાક્યો કહેતા રહ્યા, જેના કારણે શ્વાસ ફુલવા લાગ્યો અને જબાન વડે બોલવામાં પણ તકલીફ થવા લાગી.

સમજુતી

મૃત્યુની નજીક વધુ પડતી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વસીયત પોતાની ઉમ્મતને આ હતી: નમાઝની પાબંદી કરો તેની સુરક્ષા કરો તેના પ્રત્યે ગાફેલ ન થાઓ, એવી જ રીતે લોકોના અધિકારમાં ગુલામ અને દાસીઓનો હકનો ખાસ ધ્યાન રાખો, તેમની સાથે સારો વ્યવહાર કરો, આ વાક્યો વારંવાર કહેતા રહ્યા અહીં સુધી કે શ્વાસ ફુલવા લાગ્યો અને આપ પોતાની જબાન પર મુશ્કેલી સાથે આ વાક્યો બોલી રહ્યા હતા.

Hadeeth benefits

  1. નમાઝની મહ્ત્વતા તેમજ તેમના અધિકાર જે તમારા હેઠળ કામ કરતા હોય, એટલા માટે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના અંતિમ સમયે જે વાતોની વસીયત કરી તેમાંથી આ બન્ને વસીયત પણ હતી.
  2. બંદાઓ પર અલ્લાહનો મોટો અધિકાર નમાઝ છે, અને મખલૂકના અધિકારો નબળા લોકો અને કમજોરોની સાથે સાથે જેઓ તેમના હેઠળ કામ કરનારા હોય તેમની સાથે સારો વ્યવહાર કરવો, તે તેમનો અધિકારો માંથી છે.