- આ સમયે દુઆ કરવાની મહત્ત્વતા.
- જ્યારે એક દુઆ કરનાર વ્યક્તિ દુઆ કરવામાં આદાબનો ખ્યાલ કરશે, અને દુઆ કબૂલ થવાના મહત્તમ સમયોનો ખ્યાલ કરશે, તેમજ અલ્લાહની અવજ્ઞા કરવાથી બચીને રહેશે, પોતાને મનેચ્છા અને શંકાસ્પદ વસ્તુઓથી બચાવશે, અને અલ્લાહ તઆલા પ્રત્યે સારું અનુમાન લગાવશે, તો અલ્લાહ તેની દુઆનો જરૂર જવાબ આપશે, ઇન્ શાઅ અલ્લાહ
- ઇમામ મનાવી રહિમહુલ્લાહએ કહ્યું: દુઆ કબૂલ કરવામાં આવશે અર્થાત્: દુઆ કરવાના સંપૂર્ણ આદાબ, તેના અરકાનનો ખ્યાલ કરતા, દુઆ કરવામાં આવે, જો તેમાંથી કોઈ આદાબ અથવા અરકાન છૂટી જાય, તો તે પોતે તેનો જવાબદાર ગણાશે.
- દુઆ કબૂલ કરવા માટે: જે દુઆ તેણે કરી હોય, તેને તે પ્રમાણે તરત જ આપવામાં આવે છે, અથવા તેનાથી કોઈ બુરાઈ દૂર કરવામાં આવે, અથવા તેની દુઆને આખિરત માટે સાચવીને રાખવામાં આવે છે, આ દરેક વસ્તુ અલ્લાહની હિકમત અને તેની કૃપા પ્રમાણે હોય છે.