- તે વ્યક્તિ માટે આ દુઆ પઢવી જાઈઝ છે, જે મુઅઝ્ઝિન અઝાન આપે ત્યારબાદ આ દુઆ પઢે, તેના માટે નહીં જે અઝાન સાંભળી ન શકે.
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મહાનતાનું વર્ણન કે તેમને વસીલો, પ્રતિષ્ઠા, શ્રેષ્ઠ સ્થાન અને મહાન ભલામણ આપવામાં આવશે, જે દરેક સર્જનના સ્થાન કરતાં શ્રેષ્ઠ છે.
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે ભલામણ કરવાની પુષ્ટિ, આ શબ્દ દ્વારા: "તેના માટે કયામતના દિવસે મારી ભલામણ હલાલ થઈ જશે".
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ભલામણ તેમની કોમના તે લોકોને પ્રાપ્ત થશે, જે લોકો મોટા ગુનાહોના કારણે જહન્નમમાં દાખલ થવાના હશે, અથવા જે જહન્નમમાં દાખલ થઈ ગયા હશે, તેમણે બહાર કાઢવા માટે, અથવા જન્નતમાં કોઈ પણ હિસાબ કિતાબ દાખલ કરવા માટે, અથવા જે લોકો જન્નતમાં દાખલ થઈ ગયા હશે તેમના દરજ્જા બુલંદ કરવા માટે હશે.
- ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: શરૂથી આ શબ્દ સુધી: મુહમ્મદન્ રસૂલુલ્લાહ" તે એક સંપૂર્ણ દઅવત છે, અને મુઅઝ્ઝિનનું ઊભી થવાવાળી નમાઝ માટે, અઝાનમાં હય્ય અલસ્ સલાહ કહેવું, શક્ય છે નમાઝનો દુઆ હોય, અને ઊભી થવાવાળીનો અર્થ અડગ રહેવું છે, એટલા માટે આ શબ્દ કહેવો: "વસ્સલાતુલ્ કાઇમતિ" તે સંપૂર્ણ દઅવતનો અર્થ દર્શાવે છે, અને તે પણ શક્ય છે કે અહીંયા આ શબ્દનો અર્થ તે નમાઝ છે, જેના માટે દરરોજ અવાજ લગાવવામાં આવે છે.
- ઇમામ મુહલિબ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં નમાઝના સમયે ખૂબ દુઆ કરવા પર ઉભાર્યા છે; કારણકે શકય છે કે તે સમયે દુઆ કબૂલ કરવામાં આવે છે.