- ગુનાહોમાં કેટલાક નાના ગુનાહ હોય છે અને કેટલાક મોટા.
- નાના ગુનાહ મોટા ગુનાહથી બચવાની શરતે માફ કરી દેવામાં આવે છે.
- મોટા ગુનાહો તે ગુનાહો છે, જેના માટે શરીઅતે અમુક સજા નક્કી કરી હોય, જેના કારણે આખિરતમાં સજા અને અલ્લાહની નારાજગીની વાત વર્ણન કરવામાં આવી હોય, જે વ્યક્તિ તેને કરે છે તેને ધમકાવવામાં આવ્યો હોય અને તેના પર લઅનત કરવામાં આવી હોય, જેમ કે વ્યભિચાર અને મદ્યપાન વગેરે.