/ અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? નબી ﷺ એ જવાબ આપ્યો: «સમયસર નમાઝ પઢવી» મેં ફરી પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ જવાબ આપ્યો: «માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો» મેં પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું...

અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? નબી ﷺ એ જવાબ આપ્યો: «સમયસર નમાઝ પઢવી» મેં ફરી પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ જવાબ આપ્યો: «માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો» મેં પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું...

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મે નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? નબી ﷺ એ જવાબ આપ્યો: «સમયસર નમાઝ પઢવી» મેં ફરી પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ જવાબ આપ્યો: «માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો» મેં પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું» અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ તે કાર્યો છે જેના વિષે મને નબી ﷺ એ જણાવ્યું, જો હું વધારે પૂછતો તો નબી ﷺ વધુ પણ કાર્યો જણાવતા.
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ ને સવાલ કરવામાં આવ્યો: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? તો નબી ﷺ એ જવાબ આપ્યો: ફરજ નમાઝોને તેના સમયે પઢવી, જે શરિઅતે નક્કી કર્યો છે, ફરી માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો, તે બંને સાથે સદ્ વર્તન કરીને, તેમના અધિકારો પૂરા પાડીને, અને તેમના અવજ્ઞા કરવાથી બચીને. ફરી અલ્લાહના માર્ગમાં જિહાદ કરવુ, જે સર્વશક્તિમાન અલ્લાહના કલિમાને બુલંદ કરવા, દીન અને દીનદાર લોકો અને તેની નિશાનીઓની સુરક્ષામાં પોતાના માલ અને જાન વડે. અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: આ તે કાર્યો છે જેના વિષે મને નબી ﷺ એ જણાવ્યું, જો હું તેમને કહતો: ત્યારબાદ? તો નબી ﷺ વધુ પણ કાર્યો જણાવતા.

Hadeeth benefits

  1. કાર્યોની મહત્ત્વતા દ્વારા અલ્લાહની મોહબ્બતની પ્રાપ્તિ.
  2. એક મુસલમાન માટે શ્રેષ્ઠમાં સૌથી શ્રેષ્ઠ કાર્ય કરવાની પ્રરેણાં.
  3. અલગ અલગ સમયમાં નબી ﷺ એ આપેલ જવાબ સામે વાળાની સ્થિતિ મુજબ હોતા, અને તે દરેક માટે ફાયદાકારક છે.