તમારું શું કહેવું છે, જો તમારા માંથી કોઈના દરવાજા પાસે નહેર વહેતી હોય અને તે દરરોજ તેમાં પાંચ વખત સ્નાન કરતો હોય, તો શું તેના શરીર પર કંઈ પણ મેલ બાકી રહી જશે...
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «તમારું શું કહેવું છે, જો તમારા માંથી કોઈના દરવાજા પાસે નહેર વહેતી હોય અને તે દરરોજ તેમાં પાંચ વખત સ્નાન કરતો હોય, તો શું તેના શરીર પર કંઈ પણ મેલ બાકી રહી જશે» સહાબાઓએ કહ્યું: ના, તેના શરીર પર કંઈ પણ મેલ બાકી નહીં રહે, નબી ﷺએ કહ્યું: «આજ ઉદાહરણ પાંચ નમાઝોનું છે કે અલ્લાહ તેના દ્વારા બંદાઓના ગુનાહ માફ કરી દે છે».
મુત્તફકુન્ અલયહિ
સમજુતી
આ હદીષમાં નબી ﷺએ દરરોજ દિવસ અને રાત દરમિયાન પાંચ નમાઝ પઢનાર વ્યક્તિના ગુનાહોને ખતમ કરવા માટે અને તેનો કફ્ફારાનું ઉદાહરણ એવી રીતે આપ્યું કે એક વ્યક્તિ જેના દરવાજા પાસે નહેર હોય, અને તે દરરોજ પાંચ વખત તેમાં સ્નાન કરતો હોય, તો તેના શરીર પર કોઈ પણ પ્રકારનો મેલ બાકી નહીં રહે.
Hadeeth benefits
અલ્લાહની ખાસ કૃપા કે સગીરહ (નાના) ગુનાહનો માફ કરીને, કબીરહ ગુનાહની માફી માટે તૌબા કરવી જરૂરી છે.
પાંચ વખતની નમાઝ પઢવાની મહત્ત્વતા અને તેની શરતો અને અરકાન અને વાજિબ કાર્યો અને સુન્નત કાર્યોની સુરક્ષા કરતા.
Share
Use the QR code to easily share the message of Islam with others