- આ હદીષમાં મુઅઝ્ઝિનનો જવાબ આપવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
- અઝાનનો જવાબ આપ્યા પછી નબી ﷺ પર દરુદ પઢવાની મહત્ત્વતા
- નબી ﷺ પર દરુદ પઢી લીધા પછી તેમના માટે વસીલો તલબ કરવાની તાકીદ.
- વસિલાનું વર્ણન અને તેના ઉચ્ચ પદનું વર્ણન, જે ફક્ત એક જ બંદા માટે હશે.
- નબી ﷺ ની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે, જ્યાં નબી ﷺ ને આ પદ માટે ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.
- જે વ્યક્તિ અલ્લાહના રસૂલ માટે વસિલાનો સવાલ કરશે તેના માટે નબી ﷺ ની ભલામણ નક્કી થશે.
- નબી ﷺ ની વિનમ્રતા કે નબી ﷺ એ પોતાની કોમને આ પદ માટે દુઆ કરવાનું કહ્યું છે, જો કે આ પદ તેમના માટે જ છે.
- અલ્લાહ તઆલાની વિશાળ કૃપા અને ફઝલ, જે એક નેકીનો બદલ દસ ગણો આપે છે.