હુઝૈફહ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મ...
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘણી વખત મિસ્વાક કરતા અને તેનો આદેશ આપતા હતા, કેટલાક સમયે મિસ્વાક કરવા પર જોર આપતા, જેમકે, તહજ્જુદની નમાઝ પઢવા માટે ઉઠતી વખ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો મોમિનો પર અથવા મારી ઉમ્મત પર...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જો તેમને પોતાની ઉમ્મત માંથી મોમિનો પર સખતીનો ભય ન હોત, તો તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «દરેક મુસલમાનનો હક છે કે તે અઠવાડિયામાં એકવાર ગુસલ (સ્નાન) કરે જેમાં તે પોત...
નબી ﷺ એ જણાવ્યું: દરેક મુસલમાન પુખ્તવય અને બુદ્ધિશાળી વ્યક્તિનો જરૂરી હક છે કે તે અઠવાડીયામાં એક વાર જરૂર સ્નાન કરે, જેમાં તે પોતાનું માથું અને શરીર...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ...
આ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામ દીનની પાંચ ફિતરત અર્થાત્ પ્રાકૃતિક વસ્તુઓ અને પયગંબરોની સુન્નતોનું વર્ણન કર્યું:
પહેલું: ખતના કરાવવી, ગુપ્તાંગની ઉપર જે વધ...
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું એવો વ્યક્તિ હતો જેને ખૂબ જ મઝી (ગુપ્તાંગના રસ્તેથી નિકળતું ચીકણું પાણી) નીકળતું હતું, અને મને શરમ...
અલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુ એ જણાવ્યું કે તેઓને ખૂબ જ મઝી નીકળતું હતું -મઝી તે પાણી જે સફેદ, ચીકણું અને પાતળું હોય છે, જે પુરુષના ગુપ્તાંગ માં...
હુઝૈફહ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો મોમિનો પર અથવા મારી ઉમ્મત પર અઘરું ન હોત, તો હું તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાનો આદેશ આપતો».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «દરેક મુસલમાનનો હક છે કે તે અઠવાડિયામાં એકવાર ગુસલ (સ્નાન) કરે જેમાં તે પોતાના માથા અને શરીરને સારી રીતે ઘોઇ શકે».
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું એવો વ્યક્તિ હતો જેને ખૂબ જ મઝી (ગુપ્તાંગના રસ્તેથી નિકળતું ચીકણું પાણી) નીકળતું હતું, અને મને શરમ આવતી હતી હું નબી ﷺ ને આ વિષે સવાલ કરું; કારણકે તેમની દીકરીના કારણે મારું તેમની પાસે અલગ સ્થાન હતું, તો મેં મિકદાદ બિન અસ્વદને આદેશ આપ્યો કે આ વિષે સવાલ કરો, તો તેમણે સવાલ કર્યો તો નબી ﷺ એ કહ્યું: «પોતાના ગુપ્તાંગને ધોઈ લો અને વઝૂ કરો» અને બુખારીની રિવાયતના શબ્દો છે: નબી ﷺ એ કહ્યું: «વઝૂ કરો અને પોતાના ગુપ્તાંગને ધોઈ લો».
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરતાં તો પહેલા બંને હાથ ધોતાં, ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં, ફરી પોતાના હાથ વડે માથામાં પાણી નાખી માલિશ કરતાં, જ્યારે તેમને યકીન થઈ જતું કે સંપૂર્ણ શરીર ભીનું થઈ ગયું છે તો ત્રણ વખત તેના પર પાણી નાખતા, ફરી સંપૂર્ણ શરીરને ધોતાં, આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: હું અને નબી ﷺ સાથે ગુસલ કરતાં હતા અને એક જ સમય વાસણ માંથી પાણી લેતા હતા.
અમ્માર બિન યાસિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓ કહે છે: મને નબી ﷺએ એક કામ માટે મોકલ્યો, (રસ્તામાં) હું જુનુબી થઈ ગયો, અને મને ક્યાંય પાણી ન મળ્યું, એટલા માટે હું માટીમાં એવી રીતે આરોટિયા ખાવા લાગ્યો જેવું કે જાનવરો આરોટિયા ખાતા હોય છે, મેં નબી ﷺને આ વિશે જણાવ્યું, તો નબી ﷺએ કહ્યું: «તમારા માટે પૂરતું હતું કે તમે આ પ્રમાણે જમીન પર હાથ મારતા», ફરી નબી ﷺએ જમીન પર એકવાર હાથ મારી બતાવ્યું, ફરી નબી ﷺએ પોતાના ડાબા હાથથી જમણા હાથ પર હથેળીઓના બહારના ભાગમાં મસહ કર્યો, અને પછી મોઢાનો મસહ કર્યો.
મુગીરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું એક સફરમાં નબી ﷺ સાથે હતો, મેં આપના મોજા ઉતારવા માટે હાથ આગળ કર્યો, તો નબી ﷺ એ કહ્યું: « તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા», ફરી નબી ﷺ એ બન્ને મોજા પર મસહ કર્યો.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે ફાતિમા બિન્તે અબી હુબૈશ રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ ને સવાલ કર્યો, અને કહ્યું: મને ઇસ્તિહાઝહનું લોહી આવે છે અને હું પાક નથી થઈ શકતી તો શું હું નમાઝ છોડી દઉં? તો નબી ﷺ એ કહ્યું: «ના, આ તો એક રગ દ્વારા આવતું લોહી છે, હા એટલા દિવસોમાં તમે નમાઝ છોડી શકો છો, જેટલા દિવસ તમને આ બીમારી પહેલા માસિકનું લોહી આવતું હતું, ફરી ગુસલ કરી નમાઝ પઢવાનું શરૂ કરી દો».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈને તમારા પેટ માંથી કંઈ વસ્તુનો આભાસ થાય અને તમને શંકા થાય કે કંઈ નીકળ્યું છે કે નહીં તો તેણે મસ્જિદ માંથી ન નીકળવું જોઈએ જ્યાં સુધી કે અવાજ સાંભળે અથવા વાંસ ન આવી જાય».
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કહે, તો તમારા માંથી (દરેકે) અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લ્લાહ કહે તો તેણે પણ અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું જોઈએ પછી મુઅઝ્ઝિન અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહે તો તેણે પણ અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહેવું જોઈએ, પછી જ્યારે મુઅઝ્ઝિન હય્ય અલસ્ સલાહ કહે તો તેણે લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઇએ, પછી જ્યારે હય્ય અલલ્ ફલાહ કહે તો તેણે ફરી લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે તો તે પણ અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે, પછી મુઅઝ્ઝિન લા ઇલાહ ઇલ્લ્લ્લાહ કહે તો તે પણ દિલથી લા ઇલાહ ઇલ્લ્લાહ કહેશે તો તે જન્નતમાં દાખલ થશે».