/ હું એવો વ્યક્તિ હતો જેને ખૂબ જ મઝી (ગુપ્તાંગના રસ્તેથી નિકળતું ચીકણું પાણી) નીકળતું હતું, અને મને શરમ આવતી હતી હું નબી ﷺ ને આ વિષે સવાલ કરું; કારણકે તેમની દીકરીના કારણે મારું તેમની પાસે અલગ સ્થાન હતું, તો મેં મિકદાદ બિન અસ્વદને આદેશ આપ્યો ક...

હું એવો વ્યક્તિ હતો જેને ખૂબ જ મઝી (ગુપ્તાંગના રસ્તેથી નિકળતું ચીકણું પાણી) નીકળતું હતું, અને મને શરમ આવતી હતી હું નબી ﷺ ને આ વિષે સવાલ કરું; કારણકે તેમની દીકરીના કારણે મારું તેમની પાસે અલગ સ્થાન હતું, તો મેં મિકદાદ બિન અસ્વદને આદેશ આપ્યો ક...

અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું એવો વ્યક્તિ હતો જેને ખૂબ જ મઝી (ગુપ્તાંગના રસ્તેથી નિકળતું ચીકણું પાણી) નીકળતું હતું, અને મને શરમ આવતી હતી હું નબી ﷺ ને આ વિષે સવાલ કરું; કારણકે તેમની દીકરીના કારણે મારું તેમની પાસે અલગ સ્થાન હતું, તો મેં મિકદાદ બિન અસ્વદને આદેશ આપ્યો કે આ વિષે સવાલ કરો, તો તેમણે સવાલ કર્યો તો નબી ﷺ એ કહ્યું: «પોતાના ગુપ્તાંગને ધોઈ લો અને વઝૂ કરો» અને બુખારીની રિવાયતના શબ્દો છે: નબી ﷺ એ કહ્યું: «વઝૂ કરો અને પોતાના ગુપ્તાંગને ધોઈ લો».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

અલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુ એ જણાવ્યું કે તેઓને ખૂબ જ મઝી નીકળતું હતું -મઝી તે પાણી જે સફેદ, ચીકણું અને પાતળું હોય છે, જે પુરુષના ગુપ્તાંગ માંથી મનેચ્છા વખતે અથવા સમાગમ પહેલા નીકળે છે-, અને તેઓ જાણતા ન હતા કે આ પાણી નીકળે તો શું કરવું જોઈએ, અને તેમને શરમ આવતી હતી કે તેઓ આ વિષે નબી ﷺ ને સવાલ કરે; કારણકે તેઓ નબી ﷺ ની દીકરી ફાતિમા રઝી અલ્લાહુ અન્હાના પતિ હતા, તો તેમણે મિકદાદ બિન અસ્વદને બોલાવ્યા અને આ વિષે નબી ﷺ પાસે સવાલ કરવાનું કહ્યું, તો નબી ﷺ એ જવાબ આપ્યો: તે પોતાના ગુપ્તાંગને ધોઈ લે અને વઝૂ કરે.

Hadeeth benefits

  1. અલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુની મહત્ત્વતા કે શરમ તેમને સવાલ કરવાથી રોકી ન શકી.
  2. ફતવો પ્રાપ્ત કરવા માટે કોઈને નાયબ બનાવી શકાય છે.
  3. માનવી માટે જાઈઝ છે કે તો પોતાના માટે કોઈને એવી વાત કહી શકે છે, જેના વિષે તેને શરમ આવતી હોય.
  4. મઝીની ગંદકી: કપડાં અને શરીર પરથી તેને ધોવું વાજિબ (જરૂરી) છે.
  5. મઝી નીકળવું તે વઝૂ તૂટી જવાના કારણો માંથી એક છે.
  6. બીજી હદીષ પ્રમાણે ગુપ્તાંગ, શિશ્ન અને અંડકોષ ધોવું ફરજિયાત છે.