- રાત્રે સૂઈને ઉઠી મિસ્વાક કરવા પર શરીઅતે જોર આપ્યું છે, એટલા માટે કે ઊંઘના કારણે મોઢામાં દુર્ગંધ વાંસ આવતી હોય છે, અને મિસ્વાક કરવાથી તે દુર્ગંધ દૂર થઈ જાય છે.
- પાછળ વર્ણન કરેલ અર્થના કારણે જ્યારે મોઢામાં દરેક પ્રકારની ખરાબ વસ્તુઓ દ્વારા ફેરફાર થાય ત્યારે મિસ્વાક (દાતણ) કરવું જરૂરી છે.
- સામાન્ય રીતે સ્વચ્છતાની કાયદેસરતા, અને તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતનો એક ભાગ છે, અને ઉત્કૃષ્ટ શિષ્ટાચાર માંથી છે.
- સંપૂર્ણ મોઢામાં મિસ્વાક કરવું શામેલ છે, દાંતોમાં, પેઢાંમાં તેમજ જબાનમાં.
- મિસ્વાકએ ઊદનું વૃક્ષ અથવા અન્ય ઝાડમાંથી કાપવામાં આવેલી લાકડી છે, જેનો ઉપયોગ મોં અને દાંતને સાફ કરવા અને દુર્ગધ દૂર કરવા માટે થાય છે.