- કૂતરાની લાળ અત્યંત નાપાક છે.
- કૂતરો વાસણ ચાટવાથી તે વાસણ નાપાક થઈ જાય છે, તેમજ તેમાં રહેલું પાણી પણ નાપાક થઈ જાય છે.
- માટી વડે અને સતત સાત વખત ધોવું આ આદેશ કુતરાના વાસણ ચાટવા કારણે છે, એ વગર તેનું પેશાબ અને ગંદકી પર સાત વખત ધોવામાં નહિ આવે.
- વાસણને માટી વડે ધોવાનો તરીકો: વાસણમાં પાણી નાખવું, તેમાં માટી નાખી બન્નેને ભેગું કરી સારી રીતે વાસણ ધોઈ નાખવું.
- હદીષમાં વર્ણવેલ આદેશ દરેક કુતરાઓ માટે સામાન્ય છે, અહીં સુધી કે તે કુતરાઓ માટે પણ જેમની શરીઅતે પરવાનગી આપી હોય, જેવા કે શિકારી કુતરાઓ, ચોકીદારી માટે રાખવામાં આવેલ કુતરાઓ અને ઘરમાં દેખરેખ માટે પાડવામાં આવતા કુતરાઓ.
- સાફ કરવા માટે સાબુ અને લિકવિડ માટીની જગ્યા નથી લઈ શકતા કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાસ માટીનું વર્ણન કર્યું છે.