/ જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરતાં તો પહેલા બંને હાથ ધોતાં, ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં...

જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરતાં તો પહેલા બંને હાથ ધોતાં, ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરતાં તો પહેલા બંને હાથ ધોતાં, ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં, ફરી પોતાના હાથ વડે માથામાં પાણી નાખી માલિશ કરતાં, જ્યારે તેમને યકીન થઈ જતું કે સંપૂર્ણ શરીર ભીનું થઈ ગયું છે તો ત્રણ વખત તેના પર પાણી નાખતા, ફરી સંપૂર્ણ શરીરને ધોતાં, આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: હું અને નબી ﷺ સાથે ગુસલ કરતાં હતા અને એક જ સમય વાસણ માંથી પાણી લેતા હતા.
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરવાનો ઇરાદો કરતાં તો સૌથી પહેલા પોતાના બંને હાથ ધોતાં. ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં, ફરી શરીર પણ પાણી નાખતા, ફરી પોતાના હાથ વડે માથામાં પાણી નાખી માલિશ કરતાં, જ્યારે તેમને યકીન થઈ જતું કે પાણી વાળના મૂળયા સુધી પહોંચી ગયું છે, તો ત્રણ વખત માથા પર પાણી નાખતા, ફરી સંપૂર્ણ શરીર ધોઈ લેતા. આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: હું અને નબી ﷺ એક સાથે ગુસલ કરતાં હતા અને એક જ સમયે વાસણ માંથી પાણી લેતા હતા.

Hadeeth benefits

  1. ગુસલના બે પ્રકાર છે: આંશિક અને સંપૂર્ણ, આંશિક ગુસલ માટે માનવી પાક થવાની નિયત કરે છે, ફરી તે સંપૂર્ણ શરીર પર પાણી નાખે છે જેમાં નાક અને મોઢું બંને સાફ કરે છે, અને સંપૂર્ણ ગુસલ માટે માનવી તે રીતે ગુસલ કરે છે જે રીતે નબી ﷺ નું ગુસલ વિષે આ હદીષમાં વર્ણન કરવામાં આવ્યું.
  2. ગુપ્તાંગ માંથી ટપકતો ચીકણો પદાર્થ, અર્થાત વીર્ય, જ્યારે તે નીકળે તેને જનાબત, તેમજ સમાગમ કરતી વખતે વીર્ય નીકળે કે ન નીકળે તે પણ જનાબત ગણવામાં આવશે.
  3. પતિ પત્ની માટે એક બીજાના શરીર જોવા જાઈઝ છે અને એક સાથે ગુસલ (સ્નાન) પણ કરી શકે છે.