/ દરેક મુસલમાનનો હક છે કે તે અઠવાડિયામાં એકવાર ગુસલ (સ્નાન) કરે જેમાં તે પોતાના માથા અને શરીરને સારી રીતે ઘોઇ શકે...

દરેક મુસલમાનનો હક છે કે તે અઠવાડિયામાં એકવાર ગુસલ (સ્નાન) કરે જેમાં તે પોતાના માથા અને શરીરને સારી રીતે ઘોઇ શકે...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «દરેક મુસલમાનનો હક છે કે તે અઠવાડિયામાં એકવાર ગુસલ (સ્નાન) કરે જેમાં તે પોતાના માથા અને શરીરને સારી રીતે ઘોઇ શકે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું: દરેક મુસલમાન પુખ્તવય અને બુદ્ધિશાળી વ્યક્તિનો જરૂરી હક છે કે તે અઠવાડીયામાં એક વાર જરૂર સ્નાન કરે, જેમાં તે પોતાનું માથું અને શરીર સારી રીતે ઘોઇ શકે, પાકી અને સફાઈ માટે આ આદેશ આપવામાં આવ્યો છે, અને જુમ્માના દિવસે સ્નાન કરવું બેહતર છે જેવું કે અન્ય હદીષોમાં વર્ણન કરવામાં આવ્યું છે, ખાસ કરીને તાકીદ કરવામાં આવી છે કે જુમ્માના દિવસે નમાઝ પહેલા સ્નાન કરવું મુસ્તહબ છે, ભલેને તેણે ગુરુવારના દિવસે સ્નાન કર્યું હોય, આયશા રઝી. કહે છે કે લોકો પોતાના કામમાં વ્યસ્ત રહેતા અને પછી એવી સ્થિતિમાં મેલા મેલા મસ્જિદમાં આવી જતા એટલા માટે તેમને કહેવામાં આવ્યું કે કદાચ કે તમે સ્નાન કરી આવો તો બહેતર રહેશે, આ હદીષને ઇમામ બુખારી રહ.એ રિવાયત કરી છે, અને આ પ્રમાણે જ બીજી એક રિવાયતમાં પણ છે તમે લોકો પરસેવામાં લોતપોત છો અર્થાત પરસેવાની વાંસ આવી રહી છે, એટલા માટે કહેવામાં આવ્યું કે કદાચ તમને સ્નાન કરી ને આવતા, તો તમારે વધારે સારું થાત.

Hadeeth benefits

  1. પાકી સફાઈ બાબતે ઇસ્લામ સંપૂર્ણ રીતે ધ્યાન આઓએ છે.
  2. જુમ્માના દિવસે સ્નાન કરવુ મુસ્તહબ છે, જે નમાઝ માટે ખાસ કરવામાં આવ્યું છે અને તેની તાકીદ કરવામાં આવી છે.
  3. માથાનો ઉલ્લેખ કર્યો, ભલે તે શરીરનો ઉલ્લેખ કર્યો હોય, તેની બાબતે કાળજી રાખવામાં આવે.
  4. દરેક માટે સ્નાન કરવું જરૂરી છે, જ્યારે તેના શરીર માંથી એક એવી વાસ આવતી હોય, જેનાથી લોકોને તકલીફ થતી હોય.
  5. જુમ્માના દિવસે તેની મહત્ત્વતાના કારણે સ્નાન કરવા બાબતે તાકીદ કરવામાં.આવે છે.