/ પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ સાફ કરવા, મૂછો કાપવી, નખ કાપવા અને બગલના વાળ ઉખેડવા...

પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ સાફ કરવા, મૂછો કાપવી, નખ કાપવા અને બગલના વાળ ઉખેડવા...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ સાફ કરવા, મૂછો કાપવી, નખ કાપવા અને બગલના વાળ ઉખેડવા».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામ દીનની પાંચ ફિતરત અર્થાત્ પ્રાકૃતિક વસ્તુઓ અને પયગંબરોની સુન્નતોનું વર્ણન કર્યું: પહેલું: ખતના કરાવવી, ગુપ્તાંગની ઉપર જે વધારાની ચામડી હોય છે તેને કપાવવી, તેમજ સ્ત્રીની યોનીમાં ઉપર હોતી ચામડી કાપવી. બીજું: ગુપ્તાંગની આજુબાજુના વાળ કાપવા, જે નાભિ નીચેના વાળ હોય છે તેને કાપવા. ત્રીજું: મૂછો કાપવી, માનવીએ પોતાના હોઠ ઉપર ઉગતા વાળ કાપવા, જેથી માનવીના હોઠ નજર આવી શકે. ચોથું: નખ કાપવા. પાંચમું: બગલના વાળ ઉખેડવા.

Hadeeth benefits

  1. પયગંબરોની તે સુન્નતો જે અલ્લાહને પસંદ છે અને જેના દ્વારા તે ખુશ થતો હોય છે, તે સુંદર, સપૂર્ણતા અને પાક આદેશો તરફ બોલાવે છે.
  2. આ પાંચ વસ્તુઓ બાબતે આપવામાં આવેલ આદેશનું પાલન કરવું જોઈએ અને તેની અવજ્ઞા કરવાથી બચવું જોઈએ.
  3. આ લાક્ષણિકતાઓમાં દીન તેમજ દુનિયાના ઘણા ફાયદા છે, જેમાંથી: સુંદરતા, સાફ શરીર, પાકી પ્રત્યે સજાગતા, કાફિરોનો વિરોધ અને અલ્લાહના આદેશની આજ્ઞા કરવી ગણાશે.
  4. આ પાંચ ફિતરતના કાર્યો વગર હદીષમાં બીજા ઘણા કાર્યોનો ઉલ્લેખ થયો છે, જેવા કે: દાઢી રાખવી, મિસ્વાક (દાતણ) કરવું, વગેરે.