/ જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કહે, તો તમારા માંથી (દરેકે) અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહેવું જોઈએ...

જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કહે, તો તમારા માંથી (દરેકે) અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહેવું જોઈએ...

ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કહે, તો તમારા માંથી (દરેકે) અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લ્લાહ કહે તો તેણે પણ અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું જોઈએ પછી મુઅઝ્ઝિન અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહે તો તેણે પણ અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહેવું જોઈએ, પછી જ્યારે મુઅઝ્ઝિન હય્ય અલસ્ સલાહ કહે તો તેણે લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઇએ, પછી જ્યારે હય્ય અલલ્ ફલાહ કહે તો તેણે ફરી લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે તો તે પણ અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે, પછી મુઅઝ્ઝિન લા ઇલાહ ઇલ્લ્લ્લાહ કહે તો તે પણ દિલથી લા ઇલાહ ઇલ્લ્લાહ કહેશે તો તે જન્નતમાં દાખલ થશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

અઝાન: લોકોને નમાઝના સમયની જાણ કરવા માટે કહેવામાં આવતા શબ્દો, અઝાનના વાક્યો ઈમાનના અકીદા માટેના ઠોસ વાક્યો છે. આ હદીષમાં નબી ﷺ એ સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ અઝાન સાંભળે તેના માટે નિયમ એ છે કે તે મુઅઝ્ઝિનની માફક જ શબ્દો કહે, જ્યારે મુઅઝ્ઝિન "અલ્લાહુ અકબર" કહે તો સાંભળનાર પણ "અલ્લાહુ અકબર" કહે, અને એવી જ રીતે "હય્ય અલસ્ સલાહ" સુધી કહે, જ્યારે તે "હય્ય અલસ્ સલા" અને "હય્ય અલલ્ ફલાહ" સાંભળે તો તેણે તેના જવાબમાં "લા હવ્લ વલા કુવ્વ્ત ઇલ્લા બિલ્લાહ" કહેવું જોઈએ. નબી ﷺ એ તે પણ જણાવ્યું કે જે વ્યક્તિ સાફ દિલથી આ શબ્દો કહેશે તો તે જન્નતમાં દાખલ થશે. અઝાનના વાક્યોનો અર્થ: "અલ્લાહુ અકબર": અર્થાત્ તે અલ્લાહ જે પવિત્ર, મોટો અને વસ્તુથી મોટો અને મહાન છે. "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લ્લાહ": અર્થાત્ અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી. "અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ": અર્થાત્ હું મારી જબાન અને મારા દિલથી સ્વીકાર કરું છું કે નબી ﷺ અલ્લાહના પયગંબર અને રસૂલ છે, જેમને અલ્લાહ તરફથી પયગંબર બનાવવામાં આવ્યા છે, અને તેમનું અનુસરણ મારા પર જરૂરી છે. "હય્ય અલસ્ સલાહ": અર્થાત્ નમાઝ માટે આવો, સાંભળનાર "લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ" કહેશે, અર્થાત્ હું અલ્લાહની તૌફીક વગર કંઈ પણ નેકી કરવાની શક્તિ ધરાવતો નથી તેમજ તેની તૌફીક વગર કોઈ પણ ગુનાહથી બચી શકતો નથી. "હય્ય અલલ્ ફલાહ": અર્થાત્ આવો સફળતાના માર્ગ તરફ, જે જન્નતમાં ભવ્ય સફળતા અને જહન્નમથી નજાત છે.

Hadeeth benefits

  1. મૂઅઝ્ઝિનના અઝાનનો જવાબ આપવાની મહત્ત્વતા, તેના જ શબ્દો કહેવામાં આવે ફક્ત "લા હવ્લ વલા કુવ્વ્ત ઇલ્લા બિલ્લાહ" ના જવાબમાં "લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ" કહેવું જોઈએ.