- જ્યારે સ્ત્રીનો માસિકનો સમય પૂર્ણ થઈ જાય તો તેણી માટે ગુસલ કરવું જરૂરી છે.
- જેને ઇસ્તિહાઝહનું લોહી આવતું હોય તેના માટે નમાઝ જરૂરી છે.
- હૈઝ: પ્રાકૃતિક લોહી છે, જે ગર્ભાશય માંથી પુખ્તવય સ્ત્રીઓને યોનીના રસ્તે નીકળે છે અને તેનો એક નક્કી સમય હોય છે.
- ઇસ્તિહાઝહ: ગર્ભાશયની નીચેથી અનિયમિત લોહીનું નીકળવું.
- માસિકના લોહી અને ઇસ્તિહાઝહના લોહી વચ્ચે તફાવત: માસિકનું લોહી કાળું, જાડું અને દુર્ગધવાળું હોય છે, જ્યારે કે ઇસ્તિહાઝહનું લોહી, લાલ, પાતળું અને તેમાંથી દુર્ગધ આવતી નથી.