- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પોતાની ઉમ્મત સાથે નરમી ભર્યો વ્યવહાર, અને પોતાની ઉમ્મતને મુશ્કેલમાં પાડવાનો ભય.
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશમાં વાસ્તવિકતા એ છે કે તે વાજિબ (અનિવાર્ય) છે, જ્યાં સુધી તેને નફિલ હોવાની દલીલ ન મળી આવે.
- મિસ્વાક (દાતણ) કરવું મુસ્તહબ છે, અને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાની મહત્ત્વતા.
- ઈમામ ઈબ્ને દકીક અલ્ ઈદે કહ્યું: દરેક નમાઝના સમયે મિસ્વાક કરવાનો આદેશ એટલા માટે આપવામાં આવ્યો કે તે સમયે તે અલ્લાહની નજીક હોય છે, અને બીજો હેતુ એ પણ છે કે ઈબાદતની મહાનતા માટે કે તે એ સ્થિતિમાં સંપૂર્ણ પાક રહે.
- આ હદીષનો સામાન્ય અર્થ એ છે કે રોઝેદાર માટે ઝવાલ (સૂર્યના ઢળવા) પછી પણ મિસ્વાક (દાતણ) કરવું જાઈઝ છે, જેમકે ઝોહર અને અસરની નમાઝ.