- જ્યારે નાની ગંદકી હોય તો વઝૂ કરતી વખતે મસહ કરવો જાઈઝ છે, અને જ્યારે મોટી ગંદકી હોય ત્યારે બંને પગ ધોવા જરૂરી છે.
- મોજાની ઉપર હાથ વડે એકવાર મસહ કરવામાં આવે અર્થાત્ હાથ ફેરવવામાં આવે, મોજાની નીચે નહીં.
- મોજા પર મસહ કરવાની શરત છે કે તે મોજા સંપૂર્ણ વઝૂ કર્યા પછી, પાણી વડે પગ ધોયા પછી પહેર્યા હોય, અને એ કે મોજા પાક હોય અને પગની જે જગ્યા છુપાવવી જરૂરી છે તેને છુપાવતા હોય, નાની ગંદકીમાં મસહ કરવામાં આવે, જનાબતની સ્થિતિમાં નહીં, અથવા જેના કારણે સ્નાન વાજિબ થતું હોય તેના બદલામાં પણ મસહ કરવામાં ન આવે, અને મસહ શરીઅતે નક્કી કરેલ સમયમાં જ કરવામાં આવશે, રહેવાસી માટે એક દિવસ અને એક રાત અને મુસાફર માટે ત્રણ દિવસ અને ત્રણ રાત.
- મોજા પર કિયાસ કરતા (અનુમાન લગાવી) તે દરેક વસ્તુ પર મસહ કરી શકાશે, જેનાથી પગ ઢંકાતા હોય.
- નબી ﷺ ના સારો વ્યહવાર અને શિક્ષા, કે જ્યારે મુગીરહ કાઢવા માટે ગયા તો તેમને રોક્યા અને તેનું કારણ પણ જણાવ્યું કે મેં તે બન્ને પાકીની સ્થિતિમાં પહેર્યા છે, જેથી તેઓ સંતુષ્ટ થઈ જાય અને આદેશને પણ શીખી લે.