અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દ...
આ હદીષમાં આપ ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ એક દિવસમાં સો વખત "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" પઢશે તો તેના ગુનાહ ખત્મ કરી દેવામાં આવે છે અને તેને માફ કરી...
અબૂ માલિક હારિષ બિન અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવ...
આ હદીષમાં નબી ﷺ એ વર્ણન કર્યું: જાહેર સ્વછતા તે વઝૂ અને ગુસલ દ્વારા પ્રાપ્ત થાય છે, તે નમાઝ માટેની શરત છે. અને નબી ﷺ એ કહ્યું: "અલ્ હમ્દુ લિલ્લાહ ત્રા...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «"સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર" (અલ્...
નબી ﷺ જણાવી રહ્યા છે કે વર્ણવેલ શબ્દો દ્વારા અલ્લાહનો ઝિક્ર કરવો દુનિયા અને તેની દરેક વસ્તુ કરતા પણ વધુ શ્રેષ્ઠ છે અને તે વાક્યો નીચે પ્રમાણે છે: "...
જાબીર રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે મેં રસુલ ﷺ કહેતા સાંભળ્યા: «સૌથી શ્રેષ્ઠ ઝિક્ર "લા ઇલાહ ઈલ્લ્લાહ" અને સૌથી શ્રેષ્ઠ દુઆ “અલ્ હમદુ લિલ્લાહ” છે».
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સૌથી ઉત્તમ ઝિક્ર “લા ઇલાહ ઇલ્લલ્લાહ” છે જેનો અર્થ: અલ્લાહ સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, અને સૌથી ઉત્તમ દુઆ “અલ્ હમ્દુ લિલ્લા...
ખવ્લહ બિન્તે હકીમ અસ્ સુલમી રઝી અલ્લાહુ અન્હા કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ કોઈ જગ્યા પર રોકાણ કરે અને આ દુઆ પઢે: "અઊઝુબિકલિમાતિલ...
નબી ﷺ એ પોતાની કોમને શ્રેષ્ઠ દુઆ અને ઉત્તમ પનાહ માંગવાના શબ્દો તરફ માર્ગદર્શન આપ્યું છે, જે વ્યક્તિ કોઈ જગ્યાએ રોકાવવા ઇચ્છતો હોય, તો તે આ દુઆ પઢી લે,...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા પણ કેમ ન હોય».

અબૂ માલિક હારિષ બિન અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, અને નમાઝ નૂર છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવી તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન પણ તમારા હકમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ જે સવાર કરે છે, તો (તે કેટલાક કાર્યોના બદલામાં) પોતાના નફસને વેચીને પોતાને (જહન્નમથી) આઝાદ કરવા વાળો હોય છે અથવા તેને નષ્ટ કરવા વાળો હોય છે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «"સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર" (અલ્લાહ પવિત્ર છે, દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને અલ્લાહ સૌથી મોટો છે) આ શબ્દો કહેવા મારી નજીક તે દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે જેના પર સૂર્યોદય થાય છે».

જાબીર રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે મેં રસુલ ﷺ કહેતા સાંભળ્યા: «સૌથી શ્રેષ્ઠ ઝિક્ર "લા ઇલાહ ઈલ્લ્લાહ" અને સૌથી શ્રેષ્ઠ દુઆ “અલ્ હમદુ લિલ્લાહ” છે».

ખવ્લહ બિન્તે હકીમ અસ્ સુલમી રઝી અલ્લાહુ અન્હા કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ કોઈ જગ્યા પર રોકાણ કરે અને આ દુઆ પઢે: "અઊઝુબિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ મિન્ શર્રિ મા ખલક" (અર્થ: હું અલ્લાહના સર્જનના ડરથી અલ્લાહ તઆલાના સંપૂર્ણ કલિમાના શરણમાં આવું છું.) તો તે જ્યાં સુધી ત્યાં રોકાશે, તેને કોઈ વસ્તુ નુકસાન નહીં પહોંચાડી શકે».

અબૂ હુમૈદ અથવા અબૂ ઉસૈદ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો તે આ દુઆ પઢે: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ, અર્થ: હે અલ્લાહ તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ, અને જ્યારે કોઈ નીકળે તો તે આ દુઆ પઢે, اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ, અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારો ફઝલ માંગુ છું».

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેમણે નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જ્યારે માનવી પોતાના ઘરમાં દાખલ થાય છે, અને દાખલ થતી વખતે અને ખાતી વખતે અલ્લાહનું નામ લે છે તો શૈતાન કહે છે: અહીં ન તો રાત પસાર કરવા માટેની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા છે, અને જ્યારે માનવી ઘરમાં દાખલ થતી વખતે અલ્લાહનું નામ નથી લે તો શૈતાન કહે છે: તમારા માટે રાત પસાર કરવા માટેની જગ્યા મળી ગઈ, અને જ્યારે માનવી ખાતી વખતે અલ્લાહનું નામ નથી લે તો, તો શૈતાન કહે છે: તમારા માટે રાત પસાર કરવાની જગ્યા અને રાત્રીના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ».