- ઘરમાં દાખલ થતી વખતે અને ખાવાનું શરૂ કરતી વખતે અલ્લાહનું નામ લેવું જાઈઝ છે, અને ખરેખર શૈતાન ઘરોમાં રાત પસાર કરે છે, અને ઘરના લોકોનું ખાવાનું પણ ખાય છે, જ્યારે તેઓ અલ્લાહનું નામ નથી લેતા.
- શૈતાન આદમની સંતાનના દરેક કામની દેખરેખ રાખે છે અને તેની પાછળ જ લાગેલો રહે છે, જેવુ માનવી અલ્લાહને યાદ કરવાનું ભૂલી જાય છે, ત્યારે શૈતાનને તેની માંગણીઓ પુરી કરવાની તક મળી જાય છે.
- અલ્લાહનો ઝિક્ર કરવો શૈતાનને દૂર કરી દે છે.
- દરેક શૈતાનના અનુયાયીઓ અને સાથી હોય છે, જે તેની વાતોથી ખુશ થાય છે અને તેના આદેશોનું પાલન કરે છે.