- મસ્જિદમાં પ્રવેશ કરતી વખતે તેમજ નીકળતી વખતે દુઆ પઢવી મુસ્તહબ (જાઈઝ) છે.
- પ્રવેશતી વખતે રહેમતનો સવાલ અને નીકળતી વખતે તેના ફઝલ (કૃપા) નો સવાલ કરવો ખાસ છે; કારણકે પ્રવેશ કરી, તે એવી પ્રક્રિયામાં વ્યસ્ત થાય છે, જેના કારણે તે અલ્લાહની નજીક હોય છે, અને તે જન્નતની નજીક હોય છે, માટે તેની રહેમતનો સવાલ કરવો યોગ્ય રહેશે, અને બહાર નીકળતી વખતે જમીન પર રોજીની તલાશ કરતા તેનો ફઝલ માંગતા હોય છે, માટે તે સમયે તેનો ફઝલ માંગવો યોગ્ય રહેશે.
- આ બંને દુઆઓ જ્યારે મસ્જિદમાં પ્રવેશ કરવાનો ઈરાદો હોય ત્યારે અથવા નીકળવાનો ઈરાદો કરો ત્યારે પઢવી જોઈએ.