- આ સવાબ સતત દિવસમાં સો વખત પઢનાર અથવા અંતરાલ સો વખત પઢનર બંનેને પ્રાપ્ત થશે.
- અત્ તસ્બીહ: અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કે તે દરેક ખામીથી પાક છે, વલ્ હમ્દ (પ્રસંશા): તેને મોહબ્બત અને મહાનતા સાથે દરેક પ્રકારથી સપૂર્ણ માનવો.
- આ હદીષમાં જે ગુનાહ માફ કરવાની વાત છે, તે સગીરહ (નાના) ગુનાહ છે, કબીરહ (મોટા) ગુનાહ જેના માટે તૌબા કરવી જરૂરી છે.