અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમને કહ્યું: મેં અલ્લાહના પયગંબર ﷺને કહેતા સાંભળ્યા: «કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેન...
આ હદીષમાં નબી ﷺ વધુ પ્રમાણમાં કસમ ખાવા પ્રત્યે સચેત કરી રહ્યા છે, ભલેને તે પોતાની લે-વેચમાં સાચો હોય, અને જણાવ્યું કે તે જરૂર સામાન વેચવાનો એક તરીકો ત...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમને કહ્યું: મેં અલ્લાહના પયગંબર ﷺને કહેતા સાંભળ્યા: «કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેનાથી બરકત ખતમ થઈ જાય છે».

અબ્દુલહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મૂછો કાપો અને દાઢી વધારો».

અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ, ન તો કોઈ પુરુષ બીજા પુરુષ સાથે એક પથારીમાં સૂઈ જાય, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રી સાથે એક પથારીમાં સૂઈ જાય».

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ ન તો અશ્લીલ હતા અને ન તો ખરાબ વાતો કરતાં હતાં ન તો ખરાબ કાર્યો કરતાં હતા, પરંતુ નબી ﷺ કહેતા હતા: «તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે, જેના અખ્લાક (ચરિત્ર) સૌથી સારા હોય».

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «મોમિન પોતાના સારા વ્યવહારના કારણે રોજેદાર અને રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) નો દરજ્જો પ્રાપ્ત કરી લે છે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «સૌથી સંપૂર્ણ ઈમાનવાળો વ્યક્તિ તે છે, જે અખલાકમાં (ચરિત્ર) સૌથી શ્રેષ્ઠ હોય, અને તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે પોતાની સ્ત્રીઓના હકમાં (અધિકારો પૂરા પાડવામાં) સૌથી ઉત્તમ હોય».

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક», પૂછવામાં આવ્યું કે સૌથી વધારે જહન્નમમાં કોણ દાખલ થશે? આપ ﷺ એ જવાબ આપ્યો: «જબાન અને ગૂંપ્તાગ».

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ લોકોમાં સૌથી વધારે ઉત્તમ અખ્લાક (ચરિત્ર) વાળા હતા.

સઅદ બિન હિશામ બિન આમિર જ્યારે આયશ રઝી અલ્લાહુ અન્હા પાસે ગયા, તો કહ્યું: હે મોમિનોની માતા ! અમને નબી ﷺ ના અખ્લાક વિશે જણાવો, આયશા રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું: શું તમે કુરઆન નથી પઢયું? તેમણે જવાબ આપ્યો: કેમ નહીં, જરૂર પઢયું છે, આયશા રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું: નબી ﷺ ના અખ્લાક કુરઆન (માં વર્ણવેલ આદેશો મુજબ) હતા.

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચપ્પલ પહેરવામાં, કાંસકો કરવામાં અને પાકી મેળવવામાં અને દરેક કામમાં જમણી બાજુથી શરૂ કરવાનું પસંદ કરતાં હતાં.

શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે: બે વાતો એવી છે, જેને મેં નબી ﷺ પાસે થી યાદ રાખી છે, નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે, તમે કતલ કરો તો સારી રીતે કતલ કરો, જ્યારે તમે ઝબેહ કરો તો સારી રીતે ઝબેહ કરો, એવી રીતે કે જ્યારે તમે ઝબેહ કરો તો છરીને ધારદાર કરી દો, અને તમારા જાનવરને આરામ પહોંચાવો».

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «ઇન્સાફ કરવાવાળા અલ્લાહ પાસે જમણી બાજુ નૂરના મિંબરો પર હશે, અને તેના બન્ને હાથ જમણા જ છે, જેઓ પોતાના નિર્ણયમાં, પોતાના ઘરવાળાઓમાં અને જેના તેઓ જવાબદાર છે, તેમાં ઇન્સાફ કરે છે».