સૌથી સંપૂર્ણ ઈમાનવાળો વ્યક્તિ તે છે, જે અખલાકમાં (ચરિત્ર) સૌથી શ્રેષ્ઠ હોય, અને તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે પોતાની સ્ત્રીઓના હકમાં (અધિકારો પૂરા પાડવામાં) સૌથી ઉત્તમ હોય...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «સૌથી સંપૂર્ણ ઈમાનવાળો વ્યક્તિ તે છે, જે અખલાકમાં (ચરિત્ર) સૌથી શ્રેષ્ઠ હોય, અને તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે પોતાની સ્ત્રીઓના હકમાં (અધિકારો પૂરા પાડવામાં) સૌથી ઉત્તમ હોય».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
સમજુતી
આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે તમારા માંથી સંપૂર્ણ ઈમાન તે વ્યક્તિનું છે, જેનું ચરિત્ર સૌથી ઉત્તમ હોય, અને સારા અખ્લાક એ કે લોકો સાથે હસતા મોઢે મળવું, નેકીનો આદેશ આપવો, સારી વાત કરવી અને લોકોને તકલીફ આપવાથી બચવું.
આ હદીષમાં નબી ﷺ એ બીજી વાત એ જણાવી કે તમારા માંથી સૌથી ઉત્તમ તે વ્યક્તિ છે, જે વ્યક્તિ સ્ત્રીઓ સાથે ઉત્તમ વ્યવહાર કરતો હોય, પોતાની પત્ની, દીકરીઓ, બહેનો અને અન્ય સંબંધી સ્ત્રીઓ સાથે સારો વ્યવહાર કરતો હોય.
Hadeeth benefits
સારા અખ્લાકની મહત્ત્વતા અને એ કે તે ઇમાન માંથી છે.
ઈમાનની વ્યાખ્યામાં અમલ કરવો પણ શામેલ છે, ઈમાન વધે પણ છે અને ઘટે પણ છે.
ઇસ્લામ દીનમાં સ્ત્રીઓને ઇઝ્ઝત અને સન્માન આપ્યું છે, અને તેમની સાથે સારો વ્યવહાર કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
Share
Use the QR code to easily share the message of Islam with others