- પતિ પત્ની સિવાય અન્યના ગુપ્તાંગ તરફ જોવું જાઈઝ નથી.
- ઇસ્લામ સમાજને પવિત્ર રાખવા પર જોર આપે છે, અને તે દરેક દ્વાર બંધ કરે છે, જેના દ્વારા અશ્લીલતા ફેલાઈ શકે છે.
- જરૂરતના સમયે ગુપ્તાંગને જોવું જાઈઝ છે જેમકે કોઈ ઈલાજ વગેરેના સમયે, પરંતુ તે પણ મનેચ્છા વગર હોય.
- મુસલમાનને આદેશ આપવામાં આવ્યો છે કે તે પોતાના ગુપ્તાંગને ઢાંકીને રાખે, અને એ જ રીતે તે બીજાના ગુપ્તાંગ તરફ નજર કરવાથી બચીને રહે.
- અહીયાં મનાઈ પુરુષોની પુરુષો સાથે અને સ્ત્રીઓની સ્ત્રી સાથે ખાસ કરવામાં આવી છે; કારણકે તે તેની તરફ નજર કરવા અને ગુપ્તાંગને જાહેર કરવા તરફ દોરી જાય છે.