આયશા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય».
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સૌથી વધુ દુષ્ટ વ્યક્તિ અલ્લાહની નજીક તે છે સૌથી વધારે ઝઘડો કરનાર હોય, જે સત્ય વાતનો સ્વીકાર નથી કરતો, અથવા તે પોતાની દલી...
અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જ્યારે બે મુસલમાન પોતાની તલવારો લઈ એકબીજા વિરુદ્ધ લડે તો કતલ કરન...
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે બે મુસલમાન એકબીજા વિરુદ્ધ સામસામે તલવાર ટાંકી ઉભા થઇ જાય, તેમાંથી બન્નેની નિયત એકબીજાને કતલ કરવાની હોય છે, તો...
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે અમારી સામે હથિયાર ઉઠાવે તે અમારા માંથી નથી».
નબી ﷺ એ મુસલમાનોને લૂંટવા અથવા તેમને ભયભીત કરવા માટે તેમની સામે હથિયાર ઉઠાવવાની સખત ચેતવણી આપી છે, જે વ્યક્તિ કારણ વગર આ પ્રમાણે કરશે તો તે મહાપાપ કરી...
આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «મૃતકો માટે અપશબ્દો ન કહો, એટલા માટે કે જે તેમણે આગળ મોકલ્યું તે તેમને મળી ગઈ».
આ હદીષમાં નબી ﷺ એ મૃતકોને ગાળો આપવી અથવા અપશબ્દો કહેવા અને તેમની ઇઝ્ઝત સાથે રમત કરવી, હરામ કર્યું છે, આ ખરાબ અખલાક (ખરાબ વર્તન) ના કારણે છે, તેમણે જે...
અબૂ અય્યૂબ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ...
આપ ﷺ એ તે વાતથી રોક્યા છે કે કોઈ મુસલમાન બીજા મુસલમાન સાથે ત્રણ રાતોથી વધારે વાતચીત બંદ રાખે, અને સ્થિતિ એ થઈ જાય કે જ્યારે તે બંને એકબીજા સાથે મુલાકા...
આયશા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય».
અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જ્યારે બે મુસલમાન પોતાની તલવારો લઈ એકબીજા વિરુદ્ધ લડે તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમી બનશે », મેં પૂછ્યું હે અલ્લાહના રસૂલ ! એક વ્યક્તિ તો કતલ કરનાર છે, (માટે તે જહન્નમી છે) પરંતુ કતલ થનારનો શું વાંક? નબી ﷺ એ કહ્યું: તેની પણ નિયત પોતાની સાથીને કતલ કરવાની જ હતી».
અબૂ અય્યૂબ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ રાખે, એવી રીતે કે જ્યારે બન્ને એકબીજાની સામને આવી જાય તો બન્ને એકબીજાથી મોઢું ફેરવી લે, તે બન્ને માંથી શ્રેષ્ઠ તે છે, જે સલામ કરવાની શરૂઆત કરે».
સહલ બિન રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે કહ્યું: «જે વ્યક્તિ મને પોતાના બંને જડબાની વચ્ચેની વસ્તુ (જુબાન) અને પોતાના બંને પગની વચ્ચેની વસ્તુ એટલે કે (ગુપ્તાંગ) ની સુરક્ષાની બાંયધરી આપે, તો હું તેને જન્નતની બાંયધરી આપું છું».
અબૂ સ્ઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ નબી ﷺ સાથે બાર યુદ્ધોમાં ભાગ લીધો હતો, તેઓએ કહ્યું: મેં નબી ﷺ પાસેથી ચાર વાતો સાંભળી, જે મને સારી લાગી, નબી ﷺ એ કહ્યું: «કોઈ સ્ત્રી ત્યાં સુધી બે દિવસ કે તેથી વધારે સફર ન કરે, સિવાય એ કે તેની જોડે તેનો પતિ અથવા કોઈ મહરમ હોય, અને બે દિવસે રોઝા ન રાખે, એક ઇદુલ્ ફિત્રના દિવસે અને એક ઇદુલ્ અઝ્હાના દિવસે, ફજર પછી થી લઈ સૂર્યોદય સુધી અને અસર પછી થી લઈ સૂર્યાસ્ત સુધી કોઈ નમાઝ નથી, અને ત્રણ મસ્જિદો સિવાય બીજી કોઈ પણ જગ્યાએ સફર માટે સામાન તૈયાર કરવામાં ન આવે, એક મસ્જિદે હરામ, બીજું મસ્જિદે નબવી, ત્રીજું મસ્જિદે અકસા».
ઉસામહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મેં મારા ગયા પછી કોઈ એવો ફિતનો નથી છોડ્યો, જે પુરુષો માટે સ્ત્રીઓ કરતા વધારે નુકસાનકારક હોય».
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હતા, તો તે સમયે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમારા માંથી જે વ્યક્તિ પણ શાદી કરવાની શક્તિ ધરાવતો હોય, તે શાદી કરી લે, કારણકે શાદી નજરોને નીચી રાખવા અને ગુપ્તાંગને સુરક્ષિત રાખવાનું એક મૂળ કારણ છે, અને જે શાદી કરવાની શક્તિ ન ધરાવતો હોય, તે રોઝા રાખે, કારણકે રોઝા તેના માટે એક કવચ છે, અને રોઝો મનેચ્છાઓને રોકવાનું કામ કરે છે».
અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ દ્વારા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ખરેખર દુનિયા મીઠી અને લીલીછમ છે, અને અલ્લાહ તમારા માથી પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી તે જોઈ લે કે તમે કેવા કાર્યો કરો છો, જેથી તમે દુનિયા અને સ્ત્રીઓથી સચેત રહો, ખરેખર બની ઈસ્રાઇલના લોકોમાં સૌથી પહેલો ફિતનો સ્ત્રીઓ દ્વારા શરૂ થયો હતો».
મુઆવિયહ અલ્ કુશૈરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં કહ્યું હે અલ્લાહના પયગંબર! અમારા માંથી કોઈની પત્નીનો તેના પર શું અધિકાર છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એ કે જે તમે ખાઓ, તે તેને પણ ખવડાવો, જે તમે પહેરો, તે તેને પણ પહેરાવો, અને તેના ચહેરા પર ન મારો, અને ન તો અપશબ્દો કહો, અને ઘર સિવાય અન્ય જગ્યાએ અલગ ન રહો».
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈદુલ્ ફિતર અથવા ઈદુલ્ અઝ્હાના દિવસે ઈદગાહ પાસે આવ્યા, તો સ્ત્રીઓ પાસેથી પસાર થયા, તેણીઓને કહ્યું: «હે સ્ત્રીઓનું જૂથ! તમે ખૂબ જ સદકો કરો, કારણકે મેં જહન્નમમ્માં સૌથી વધારે તમને જ જોયા છે» તે સ્ત્રીઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! કેમ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છે, અને પોતાના પતિની નાશુકરી કરો છો, તમે દીનમાં અડધી બુદ્ધિના હોવાના કારણે પણ એક બુદ્ધિશાળી અને અનુભવી માણસને ગાંડો બનાવવામાં તમારા સિવાય બીજો કોઈનો હાથ નથી હોતો», તે સ્ત્રીઓએ કહ્યું: અમારા દીન અને બુદ્ધિમાં કમી કેવી રીતે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું સ્ત્રીઓની સાક્ષી પુરુષોની સાક્ષી કરતાં અધૂરી નથી», તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: «શું એવું નથી કે સ્ત્રીઓ હૈઝના કારણે નમાઝ અને રોઝાથી રોકાઈ જાય છે?» તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ જ તેમના દીનમાં કમીનું કારણ છે».