- સહાબા રઝી અલ્લાહુ અન્હુમ તે અધિકારો જાણવા પ્રત્યે ખૂબ ઉત્સાહિત હતા, જે અન્યના તેમના પર વાજિબ થાય છે, જેથી તે અધિકારો જાણી તેને પૂરા કરી શકે.
- પતિ માટે પત્નીનો ખર્ચો ઉઠાવવો, તેને કપડાં પહેરાવવા, અને તેને પોતાના ઘરમાં રાખવી વાજિબ છે.
- નૈતિક અને ભૌતિક બંને રીતે કદરૂપું કહેવું જાઈઝ નથી.
- દરેક અપશબ્દો કહેવા પર રોક લગાવી છે, કે તમે કહો: તું ખરાબ જાતિમાંથી છું, અથવા ખરાબ કુટુંબમાંથી છું, અથવા તેના જેવા શબ્દો કહેવા.