- આ હદીષ એ વાતની પુષ્ટિ કરે છે કે મૃતકને અપશબ્દો કહેવા હરામ છે.
- જીવિતોના હિતને ધ્યાનમાં રાખી, મૃતકોનું અપમાન કરવાનું છોડી દેવું જોઈએ, અને ઝઘડા અને દ્વેષથી સમાજની સલામતી જાળવી રાખવી જોઈએ.
- આ રોક એટલા માટે લગાવવામાં આવી છે, તેની પાછળ હિકમત એ છે કે તેમણે જે કરેલું તે તેમને મળી ગયું, તેમને તમારા અપ-શબ્દો કઈ ફાયદો પહોંચાડશે નહીં, પરંતુ તેમના જીવિત સંબંધીઓને તકલીફ થઈ શકે છે.
- માણસે વ્યર્થ વાતો કરવાથી બચવું જોઈએ, જેનો કોઈ ફાયદો થતો ન હોય.