અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ રમઝાનના રોઝા ઈમાન અને સંપૂર્ણ નિખાલસતા સાથે રાખ્યા, તેના ગયા વર્ષના ગુનાહ મ...
આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે રમઝાનના રોઝા જે વ્યક્તિ અલ્લાહ પર ઈમાન ધરાવી તેમજ રોઝાને ફર્ઝ સમજી, તથા રોજેદારોને મળવા વાળા સવાબની પુષ્ટિ કરી, ફક્ત અલ્લ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ રમઝાનના રોઝા ઈમાન અને સંપૂર્ણ નિખાલસતા સાથે રાખ્યા, તેના ગયા વર્ષના ગુનાહ માફ કરી દેવામાં આવે છે»

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે રોજદારે ભૂલથી ખાઈ પી લીધું તે પોતાનો રોઝો પૂરો કરે, કારણકે તેને અલ્લાહએ ખવડાવ્યું અને પીવડાવ્યું».

નબી ﷺની પત્ની ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં એઅતિકાફ કરતા હતા, અહીં સુધી કે અલ્લાહએ આપને મૃત્યુ આપ્યું, ત્યારબાદ આપ ﷺની પત્નીઓ પણ એઅતિકાફ કરતી હતી.

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાનના છેલ્લા દસ દિવસોમાં ખૂબ મહેનત કરતાં હતા, તે પ્રકારની મહેનત બીજા દિવસોમાં નહતા કરતાં.

ઉમ્મુલ મુઅમિનિન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે રમઝાનના છેલ્લા દિવસ બાકી રહેતા તો આપ ﷺ રાત જાગતા, ઘરવવાળોને પણ સાથે જગાડતા અને (ઈબાદત)માં ખૂબ મહેનત કરતા અને પોતાની કમર સીધી કરી લેતા.

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર ﷺને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખે તો અલ્લાહ તઆલા તેનો ચહેરો જહન્નમથી સિત્તેર વર્ષ દૂર કરી દે છે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મારા દોસ્ત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને ત્રણ વાતોની વસિયત કરી, પ્રત્યેક મહિનાના ત્રણ રોઝા રાખવા, ચાષ્તની બે રકઅત્ નમાઝ પઢવી, અને સૂતા પહેલા વિતરની નમાઝ પઢવી.

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે».

અબૂ ઉબૈદ ઈબ્ને અઝહરના આજાદ કરેલ ગુલામો માંથી હતા, તેઓ રિવાયત કરે છે: મેં ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ સાથે ઈદની નમાઝ પઢી, તેમણે કહ્યું: આ બન્ને દિવસે અલ્લાહના રસૂલ ﷺએ રોઝા રાખવાથી રોક્યા છે, એક (રમઝાનના) રોઝા રાખ્યા બાદ (ઇદુલ્ ફિતરનો) દિવસ, બીજો દિવસ જેમાં તમે પોતાની કુરબાની કરેલ જાનવરનું શાક ખાઓ છો, (બકરી ઈદ).

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે»

અબુ હુરૈરહ રઝી. રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ એવી રીતે હજ કરે કે હજ વખતે ન તો તેનાથી કોઈ વ્યર્થ કાર્ય થયું હોય અથવા ન તો કોઈ ગુનોહ થયો હોય તો તે એવી રીતે પાછો ફરશે, જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો.».