/ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાનના છેલ્લા દસ દિવસોમાં ખૂબ મહેનત કરતાં હતા, તે પ્રકારની મહેનત બીજા દિવસોમાં નહતા કરતાં...

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાનના છેલ્લા દસ દિવસોમાં ખૂબ મહેનત કરતાં હતા, તે પ્રકારની મહેનત બીજા દિવસોમાં નહતા કરતાં...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાનના છેલ્લા દસ દિવસોમાં ખૂબ મહેનત કરતાં હતા, તે પ્રકારની મહેનત બીજા દિવસોમાં નહતા કરતાં.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે રમઝાનના છેલ્લા દસ દિવસો આવતા તો ખૂબ જ ઈબાદત કરતાં અને અલ્લાહનું અનુસરણ કરતાં તેમજ દરેક પ્રકારના ભલાઈના કામોમાં ઈબાદતોમાં ખૂબ ભાગ લેતા, તે રાતોની મહાનતાના કારણે, જેથી લૈલતુલ્ કદ્રને પ્રાપ્ત કરી શકે.

Hadeeth benefits

  1. રમઝાનના દિવસોમાં ખૂબ ઈબાદતો અને અલ્લાહનું અનુસરણ કરવા પર પ્રોત્સાહન, ખાસ કરીને રમઝાનના છેલ્લા દસ દિવસોમાં.
  2. રમઝાનના છેલ્લા દસ દિવસો રમઝાનની એકવીસમી રાતથી શરૂ થાય છે અને છેલ્લે સુધી રહે છે.
  3. સમયને મહત્વપૂર્ણ સમજી તેમાં ખૂબ જ ઈબાદત કરવી મુસ્તહબ છે.