- પવિત્ર દિવસોમાં વધુમાં વધુ નેક અમલ કરવા બાબતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
- ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીસથી સ્પષ્ટ છે: રમઝાનના છેલ્લા દસ દિવસોમાં વધુ ઇબાદત કરવાની ભલામણ કરવામાં આવે છે અને તે રાતોને ઇબાદત માટે જાગવું મુસ્તહબ છે.
- બંદા માટે જરૂરી છે કે તે ઈબાદતમાં સામેલ થવાનો આદેશ આપીને પોતાના પરિવારના હિત માટે આતુર હોવું જોઈએ અને તેમણે તેમની સાથે ધીરજ રાખવી જોઈએ.
- નેકીના કાર્યો માટે સંકલ્પ, ધીરજ અને દ્રઢતાની જરૂર છે.
- ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આલિમો વચ્ચે આ શબ્દના અર્થને લઈ થોડોક વિવાદ જોવા મળે છે, (કમર સીધી કરી લેતા), કહેવામાં આવ્યું: સામાન્ય રીતે ઈબાદત કરવાની જે આદત હતી, તે દિવસોમાં તેના કરતાં વધુ ઈબાદત કરવી, એક અર્થ એ પણ કે કપડું બાંધવું, કહેવામાં આવે છે કે મેં ફલાણા કામ માટે મારું પકડું બાંધી લીધું અર્થાત્ હું તેના માટે ફારીગ અને તૈયાર થઈ ગયો, અને કહેવામાં આવ્યું: ઈબાદત માટે સંપૂર્ણ રીતે સ્ત્રીઓથી અળગા થઈ જવું.