જે વ્યક્તિ એવી રીતે હજ કરે કે હજ વખતે ન તો તેનાથી કોઈ વ્યર્થ કાર્ય થયું હોય અથવા ન તો કોઈ ગુનોહ થયો હોય તો તે એવી રીતે પાછો ફરશે, જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો...
અબુ હુરૈરહ રઝી. રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ એવી રીતે હજ કરે કે હજ વખતે ન તો તેનાથી કોઈ વ્યર્થ કાર્ય થયું હોય અથવા ન તો કોઈ ગુનોહ થયો હોય તો તે એવી રીતે પાછો ફરશે, જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો.».
મુત્તફકુન્ અલયહિ
સમજુતી
આ હદીષમાં નબી ﷺ એ વર્ણન કર્યું કે જે વ્યક્તિ ફક્ત અલ્લાની પ્રસન્નતા માટે હજ કરે અને રફસ કાર્ય ન કરે (અર્થાત સમાગમ અને તેને લગતી શરૂઆતની પ્રક્રિયા જેવી કે ચુંબન કરવું, ભેગા થવું વગેરે. અને કોઈ વ્યર્થ કાર્ય ન કરે, ગુનાહ અને વ્યભિચાર કરવાથી પણ બચે અને કોઈ પણ પ્રકારના બીજા ગુનાહ પણ ન કરે, અને તે એહરામની સ્થિતિમાં હરામ કરેલ કાર્યોથી બચે તો તે હજ કરી એવી રીતે પાછો ફરશે જેવી રીતે એક નાનું બાળક ગુનાહોથી પાક પોતાની માતાના પેટ માંથી જન્મે છે.
Hadeeth benefits
વ્યભિચારને દરેક સ્થિતિમાં હરામ કરવામાં આવ્યું છે, પરંતુ હજના સમયે ખાસ કરીને તેને હરામ કરવાની વાત એટલા માટે વર્ણન કરવામાં આવી કે જેથી હજના પવિત્ર કાર્યોનું ઉલંઘન ન થાય.
માનવી ગુનાહથી પાક પેદા થાય છે અને તેના પર બીજા કોઈનો પણ ગુનોહ હોતો નથી.
Share
Use the QR code to easily share the message of Islam with others