- ભૂલથી ખાઇ-પી લેવાથી રોઝો યોગ્ય ગણાશે.
- ભૂલથી ખાઈ પી લેવા પર કોઈ ગુનોહ નથી; કારણકે તે તેની પસંદગી નથી.
- અલ્લાહ તઆલાનો પોતાના બંદાઓ પર ઉપકાર, કે તેણે પોતાના બંદાઓ માટે આસાની કરી અને તેમના પરથી તકલીફ દૂર કરી.
- રોઝો ત્યાં સુધી તૂટતો નથી જ્યાં સુધી આ ત્રણ શરતો ન હોય: પહેલી શરત: તે જાણતો હોવો જોઈએ, જો તેને જાણ ન હોય તો તેનો રોઝો યોગ્ય ગણાશે, બીજી શરત: તેને યાદ હોવું જોઈએ, જો તે ભૂલી જાય તો તેનો રોઝો યોગ્ય ગણાશે, અને તેને રોઝાની કઝા પણ કરવાની જરૂર નથી, ત્રીજી શરત: તેની ઈચ્છા હોય, તેના પર ઝબરદસ્તી કરવામાં ન આવી હોય, તે પોતાની પસંદથી ખાતો હોવો જોઈએ.