/ જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે...

જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે»
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ પવિત્ર રમઝાનના છેલ્લા દસ દિવસોમાં લૈલતુલ્ કદરની મહત્ત્વતા જણાવી રહ્યા છે, નિઃશંક જે વ્યક્તિ આ રાત્રિ તથા તેની મહત્ત્વતા પર ઈમાન રાખી, અને અલ્લાહ તરફથી મળવાવાળા સવાબની આશા રાખી રિયાકારી અને દેખાડાથી બચીને આ રાતમાં જાગીને ઈબાદત કરે, જેમકે નમાઝ પઢે, દુઆઓ કરે, કુરઆનની તિલાવત કરે અને અન્ય બીજી દુઆઓ પઢે તો તેના પાછલા ગુનાહો (પાપો) માફ કરી દેવામાં આવે છે.

Hadeeth benefits

  1. લૈલતુલ્ કદરની મહત્ત્વતા અને તે રાત્રે જાગીને તેમ ઈબાદત કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  2. કોઈ પણ નેક અમલ ત્યારે જ કબૂલ કરવામાં આવશે, જ્યારે તેને સાચી નિયત સાથે કરવામાં આવે.
  3. અલ્લાહની કૃપા અને તેની રહેમત, કે જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાન અને ઈબાદતમાં ઇખલાસ સાથે પસાર કરશે તો અલ્લાહ તેના પાછલા ગુનાહ માફ કરી દેશે.