સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પણ હજ કરવાનો અથવા ઉમરહ કરવાનો ઈરાદો કરતા આપ ﷺના તલ્બિયહ માટે શબ્દો આ હતા: (લબૈક અલ્લાહુમ્મ લબૈક) અલ્લાહ તઆલાએ પોતાના ઘર...
અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની નજીક બીજા દિવસો કરતા આ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ વધુ શ્રેષ્ઠ છે, અ...
નબી ﷺ એ જણાવ્યું કે ઝિલ્ હિજ્જહ મહિનાની શરૂઆતના દસ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ અલ્લાહની નજીક બીજા અન્ય દિવસોમાં કરવામાં આવતા નેક અમલ કરતા વધુ શ્રેષ્...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મુશરીકો સાથે પોતના માલ, પ્રાણ અને જબાન વડે યુદ્ધ કરો».
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મોમિનોને કાફિરો સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો, અને દરેક યોગ્ય તરીકા વડે તેમનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જે...
અબૂલ્ હવરાઅ અસ્ સઅદી રિવાયત કરે છે તેમણે કહ્યું: મેં હસન બિન અલી રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું: તમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી શું યાદ કર્યું છે? તેઓ...
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એવા કાર્યો અને વાતોથી દૂર રહેવાનો આદેશ આપ્યો, જેના વિષે શંકા ઊભી થાય કે તેનાથી રોકવામાં આવ્યો છે કે નહીં? શું તે હલાલ છે ક...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «નિશંક અલ્...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે કોઈ પણ મુસલમાન જે પોતાના દિલમાં કોઈ બુરાઈ બાબતે વિચારે કરે, તો ત્યાં...
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી ﷺના તલ્બિયહ માટેના શબ્દો આ હતા: «લબૈક અલ્લાહુમ્મ, લબૈક, લબૈક લા શરિક લક લબૈક, ઇન્નલ્ હમ્દ વન્નિઅમત લક વલ્ મુલ્ક લા શરીક લક» હાજર છું હે અલ્લાહ હું હાજર છું, તારો કોઈ ભાગીદાર નથી હું હાજર છું, નિઃશંક પ્રશંસા, નેઅમતો ફક્ત તારી જ છે, સામ્રાજ્ય તારું જ છે, તારો કોઈ ભાગીદાર નથી, અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા તેમાં આ શબ્દોનો વધારો કરતા હતા: લબૈક લબૈક, વ સઅદયક, વલ્ ખયર બિયદયક, લબૈક વર્ રગબાઉ ઇલ્યક વલ્ અમલુ, અર્થાત્ હું હાજર છું, હું તારી સામે હાજર છું, મારું તારી પાસે આવવું મારી ઉપલબ્ધિ છે, દરેક ભલાઈ તારા હાથમાં છે, રગબત તારી પાસે છે અને દરેક અમલ તારા માટે જ છે.
અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની નજીક બીજા દિવસો કરતા આ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ વધુ શ્રેષ્ઠ છે, અર્થાત્ ઝિલ્ હિજ્જહના દસ દિવસ, સહાબાઓએ પૂછ્યું: હે અલ્લાહના રસૂલ ! શું અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું પણ નહીં? નબી ﷺ એ કહ્યું: અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું પણ નહીં, પરંતુ તે જિહાદ કરનાર, જે પોતાનો માલ અને જાન બંને સાથે અલ્લાહના માર્ગમાં નીકળ્યો અને પછી તે કંઈ પણ લીધા વગર પાછો ન આવે».
અબૂલ્ હવરાઅ અસ્ સઅદી રિવાયત કરે છે તેમણે કહ્યું: મેં હસન બિન અલી રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું: તમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી શું યાદ કર્યું છે? તેઓએ કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આ આદેશ યાદ કર્યો છે: «જે વસ્તુ તમને શંકામાં નાખે, તેને છોડી તે વસ્તુ અપનાવો જે શંકામાં ન નાખે; કારણકે સત્યતામાં સંતુષ્ટિ છે અને જૂઠ દિલને બેચેન કરી નાખે છે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «નિશંક અલ્લાહએ મારી ઉમ્મતની તે વાતો માફ કરી દીધી છે, જે તેઓ પોતાના દિલમાં વિચારે છે, જ્યાં સુધી તેના પર અમલ ન કરી લે, અથવા જબાન વડે તેને સ્પષ્ટ ન કરે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા તમારા ચહેરા અને માલ નથી જોતો, પરંતુ અલ્લાહ તઆલા તમારા દિલની સ્થિતિ તેમજ તમારો અમલ જોવે છે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાને ગેરત આવે છે અને મોમિનને પણ ગેરત આવે છે, અલ્લાહને ત્યારે ગેરત આવે છે, જ્યારે કોઈ મોમિન બંદો એવું કાર્ય કરે, જે અલ્લાહએ હરામ કર્યું હોય».
અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો», સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તે કઈ વસ્તુઓ છે? આપ રસૂલ ﷺ એ કહ્યું: અલ્લાહ સાથે શિર્ક કરવું, જાદુ કરવું, કોઈને નાહક કતલ કરી દેવું, જેને અલ્લાહએ હરામ કર્યું છે, વ્યાજ ખાવું, અનાથનો માલ ખાવો, યુદ્ધના સમયે પીઠ ફેરવીને ભાગવું, અને નિર્દોષ સ્ત્રીઓ પર આરોપ મુકવો».
અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું : «શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું? ત્રણ વખત નબી ﷺ એ આ વાક્ય કહ્યું, પછી સહાબાઓએ કહ્યું: કેમ નહીં, હે અલ્લાહના રસૂલ ! જરૂર જણાવો, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ સાથે શિર્ક કરવું અને માતા-પિતાની અવજ્ઞા કરવી», નબી તે સમયે ટેક લગાવી બેઠા હતા, સીધા થઈ નબી ﷺ એ કહ્યું: «સાંભળો ! જૂઠી વાત કરવી», ત્યારબાદ નબી ﷺ વારંવાર આ વાત કહેતા રહ્યા અહીં સુધી કે અમે મનમાં કહેવા લાગ્યા કે કદાચ નબી ﷺ ચૂપ થઈ જતા.
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ: «જે વ્યક્તિએ કોઈ મૂઆહીદ (તે બિન મુસ્લિમ વ્યક્તિ જેને મુસલમાનો દ્વારા સુરક્ષાનું વચન આપવામાં આવ્યું હોય)ને કતલ કરશે તો તે જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે, જ્યારે કે જન્નતની સુંગધ ચાળીસ વર્ષના અંતરે પણ આવતી હોય છે».