- સૌથી મોટો ગુનોહ, અલ્લાહ સાથે શિર્ક કરવું, કારણકે શિર્ક તે ગુનાહોનું મૂળ અને સૌથી મોટો ગુનોહ છે, અને આ વાતની પુષ્ટિ કરતા અલ્લાહ તઆલા કહે છે: {નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાયના જે ગુનાહ હશે જેને ઇચ્છશે તેને માફ કરી દેશે}.
- માતા-પિતાના હકનું મહત્વ, માતા-પિતાનો હક અલ્લાહના હકની સૌથી નજીક છે.
- ગુનાહો બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે, કબીરહ (મોટા) ગુનાહ અને સગીરહ (નાના) ગુનાહ, કબીરહ ગુનાહ: તે દરેક ગુનાહ જેની સજા દુનિયામાં જ લેવામાં આવતી હોય, જેવું કે હુદુદ (હદ કાયમ કરવી) તેમજ આરોપ મુકવાની સજા, અથવા જે ગુનાહ પર આખિરતમાં ચેતવણી આપી હોય, જેવું કે જહન્નમની ચેતવણી, અને કબીરહ ગુનાહોમાં પણ તબક્કા હોય છે, જેની ચેતના એકબીજાથી સખત હોય શકે છે. કબીરહ (મોટા) ગુનાહ સિવાયના દરેક ગુનાહને સગીરહ (નાના) ગુનાહ કહે છે.