- મુસલમાનો માટે જરૂરી છે કે તેઓ પોતાના દરેક કાર્યોનો આધાર યકીન પર રાખવો જોઈએ તેમજ શંકાસ્પદ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ,
- અને હિકમત તેમજ જ્ઞાન સાથે દીનના આદેશો પર અમલ કરવો જોઈએ.
- શંકાસ્પદ કાર્યો પર રોક લગાવી છે.
- જો તમે શાંતિ ઇચ્છતા હોવ તો શંકાસ્પદ કાર્યો છોડી દો અને તેનાથી દૂર રહો.
- અલ્લાહની પોતાના બંદાઓ પ્રત્યે કૃપા અને દયા કે તેણે તેના બંદાઓને એવા કાર્યો કરવાનો આદેશ આપ્યો છે, જેના દ્વારા દિલને શાંતિ મળે છે અને એવા કામ કરવાથી રોક્યા છે, જેના કારણે બેચેની અને પરેશાની થાય છે.