/ ‌જે વ્યક્તિએ કોઈ મૂઆહીદ (તે બિન મુસ્લિમ વ્યક્તિ જેને મુસલમાનો દ્વારા સુરક્ષાનું વચન આપવામાં આવ્યું હોય)ને કતલ કરશે તો તે જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે, જ્યારે કે જન્નતની સુંગધ ચાળીસ વર્ષના અંતરે પણ આવતી હોય છે...

‌જે વ્યક્તિએ કોઈ મૂઆહીદ (તે બિન મુસ્લિમ વ્યક્તિ જેને મુસલમાનો દ્વારા સુરક્ષાનું વચન આપવામાં આવ્યું હોય)ને કતલ કરશે તો તે જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે, જ્યારે કે જન્નતની સુંગધ ચાળીસ વર્ષના અંતરે પણ આવતી હોય છે...

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ: «‌જે વ્યક્તિએ કોઈ મૂઆહીદ (તે બિન મુસ્લિમ વ્યક્તિ જેને મુસલમાનો દ્વારા સુરક્ષાનું વચન આપવામાં આવ્યું હોય)ને કતલ કરશે તો તે જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે, જ્યારે કે જન્નતની સુંગધ ચાળીસ વર્ષના અંતરે પણ આવતી હોય છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ એ કોઈ મુઆહીદને કતલ કરવાની સખત ચેતવણી આપી છે, અને તે એવા બિન મુસ્લિમ અથવા કાફિર લોકો, જે ઇસ્લામના શાસનમાં દાખલ થયા હોય, તે ક્યારેય જન્નતની સુગંધ પણ નહીં લઈ શકે, જ્યારે કે જન્નતની સુંગધ ચાળીસ વર્ષના અંતરે પણ સુંઘી શકાય છે.

Hadeeth benefits

  1. કાફિરો માંથી મુઆહીદ, ઝિમ્મી, જેને અમનનું વચન આપવામાં આવ્યું હોય તેમને કતલ કરવા હરામ છે, અને આ ગુનોહ કબીરહ ગુનાહો માંથી છે.
  2. અલ્ મૂઆહીદ: તે તે છે, મુસલમાનોનો કાફિરો સાથે કરાર થયો, તેઓ તેમના દેશમાં જ રહેતા હોય, અને મુસ્લિમો સાથે લડતા નથી અને તેઓ તેની સાથે લડતા નથી.
  3. ઝિમ્મી: તે મુસલમાનોના દેશમાં રહે છે, અને નક્કી કરેલ ટેક્સ આપતો હોય.
  4. મુસ્તઅમિન : જે મુસલમાનના દેશમાં એક નક્કી કરેલ સમય સુધી અમનના કરાર મુજબ રહેતો હોય.
  5. બિન મુસ્લિમ સાથે કરેલા વચનમાં ખિયાનત કરવાથી બચવું જોઈએ.