- જૂઠી કસમ માટે કોઈ કફ્ફારો નથી, તે ગુનાહની ગંભીરતા અને ભયના કારણે, આ ગુનોહ કરનાર માટે તૌબા કરવી જરૂરી છે.
- આ હદીષમાં ફક્ત ચાર કબીરહ (મોટા)ગુનાહોનું વર્ણન થયું છે, તે ગુનાહની ગંભીરતાના કારણે, એવું નથી કે કબીરહ (મોટા) ગુનાહ ફક્ત આ ચાર જ છે, (તે સિવાય બીજા ઘણા છે).
- ગુનાહો બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે, કબીરહ (મોટા) ગુનાહ અને સગીરહ (નાના) ગુનાહ, કબીરહ ગુનાહ: તે દરેક ગુનાહ જેની સજા દુનિયામાં જ લેવામાં આવતી હોય, જેવું કે હુદુદ (હદ કાયમ કરવી) તેમજ આરોપ મુકવાની સજા, અથવા જે ગુનાહ પર આખિરતમાં ચેતવણી આપી હોય, જેવું કે જહન્નમની ચેતવણી, અને કબીરહ ગુનાહોમાં પણ તબક્કા હોય છે, જેની ચેતના એકબીજાથી સખત હોય શકે છે. કબીરહ (મોટા) ગુનાહ સિવાયના દરેક ગુનાહને સગીરહ (નાના) ગુનાહ કહે છે.