- હજ અને ઉમરહમાં તલ્બિયહ પઢવું શરીઅતનો આદેશ છે, અને તેના માટે તાકીદ કરવામાં આવી છે; કારણકે તે ખાસ નિશાની છે, જેવું કે નમાઝમાં તકબીર એક નિશાની છે.
- ઈમામ ઈબ્ને મુનીર રહિમહુલ્લાહએ કહ્યું: તલ્બિયહનો આદેશ અલ્લાહ આપેલ તે ઉપલબ્ધિને જાહેર કરે છે, જે અલ્લાહએ પોતાના બંદાને આપી છે, તેના ઘરમાં આવવું ફક્ત તેની કૃપા દ્વારા જ હોય છે.
- તલ્બિયહના શબ્દો આપ ﷺનું અનુસરણ કરતા પઢવા બેહતર છે, તેમાં વધારો કરવામાં કોઈ વાંધો નથી, આપ
- ﷺએ માન્ય ગણવાના કારણે, ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ સૌથી ન્યાયી રીત છે, મરફુઅ (સીધો આપ ﷺ દ્વારા આવતો આદેશ) ને અપનાવવું જોઈએ, હા જો કોઈ મવકૂફ અસર આવી જાય અથવા પોતાના વડે કંઈક વધારો કરવાની ઈચ્છા હોય તો મરફુઅ રિવાયત વિરુદ્ધ ન હોવું જોઈએ, તશહહુદની દુઆ જેવું છે, જેમાં આપ ﷺએ કહ્યું કે શહહુદની દુઆ પઢયા પછી જે કંઈ દુઆ પઢવી હોય પઢી શકો છો.
- તલ્બિયહ કરતી વખતે થોડો અવાજ બુલંદ કરવામાં આવે, આ પુરુષો માટે છે, સ્ત્રીઓએ ફિતનાના કારણે ધીમા અવાજે પઢવું જોઈએ.