/ અલ્લાહ તઆલાને ગેરત આવે છે અને મોમિનને પણ ગેરત આવે છે, અલ્લાહને ત્યારે ગેરત આવે છે, જ્યારે કોઈ મોમિન બંદો એવું કાર્ય કરે, જે અલ્લાહએ હરામ કર્યું હોય...

અલ્લાહ તઆલાને ગેરત આવે છે અને મોમિનને પણ ગેરત આવે છે, અલ્લાહને ત્યારે ગેરત આવે છે, જ્યારે કોઈ મોમિન બંદો એવું કાર્ય કરે, જે અલ્લાહએ હરામ કર્યું હોય...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાને ગેરત આવે છે અને મોમિનને પણ ગેરત આવે છે, અલ્લાહને ત્યારે ગેરત આવે છે, જ્યારે કોઈ મોમિન બંદો એવું કાર્ય કરે, જે અલ્લાહએ હરામ કર્યું હોય».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાને ગેરત આવે છે, અલ્લાહ નાપસંદ કરે છે અને ગુસ્સે થાય છે, જેવું કે મોમિન બંદાને ગેરત આવે છે, તે ગુસ્સે થાય છે અને તે નાપસંદ કરે છે, અને અલ્લાહને ગેરત આવવાનું કારણ એ કે બંદો અલ્લાહએ હરામ કરેલ કાર્યો કરે, જેવું કે વ્યભિચાર, લિવાતત (સમલૈંગિકતા), ચોરી, શરાબ , જેવા અન્ય ખરાબ કાર્યો કરે.

Hadeeth benefits

  1. અલ્લાહના ગુસ્સા અને તેની સજાથી ડરવું જોઈએ, જો તેણે હરામ કાર્યો કર્યા હોય.