- બરકતવાળા અને ઉચ્ચ અલ્લાહએ તે વાતો અને વિચારોથી માફ કરી દીધા છે, જે દિલમાં આવે છે, માનવી તેના વિષે પોતાના મનમાં વિચારે છે, તે વિચારો પસાર થઈ જાય છે.
- તલાક (છૂટાછેડા): જો કોઈ વ્યક્તિ તેના વિષે વિચારે છે, પરંતુ તેને જુબાન વડે કહેતો નથી અને ન તો તેને લખે છે, તો તે તલાક ગણવામાં નહીં આવે.
- મનમાં આવતી વાતો પર માનવીને સવાલ કરવામાં નહીં આવે, ભલેને તે કેટલી મોટી પણ કેમ ન હોય, જ્યાં સુધી તે વાત પર મક્કમતા સાથે અમલ ન કરે અથવા જુબાન વડે તેને સ્પષ્ટ ન કરે.
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)ની ઉમ્મતની મહાનતા, ખાસ કરીને આ વાત કે મનમાં આવેલી વાતો પર તેમની પકડ કરવામાં નહીં આવે, તે વિરુદ્ધ કે પાછલી કોમોની આ વિષે પકડ કરવામાં આવતી હતી.