અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્...
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જે વ્યક્તિ ફર્ઝ નમાઝ પઢયા પછી આ અઝકાર પઢશે: તેત્રીસ વખત: "સુબ્હાનલ્લાહ (અલ...
અબૂ ઉમામહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:...
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી આયતુલ્ કુરસી પઢશે, તો તેને મોત સિવાય કોઈ વસ્તુ...
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ સાથે દસ રકઅતો શીખી: બે રકઅતો જોહર પહેલા, અને બે રકઅતો જોહર પછી, અને બે રકઅ...
આ હદીષમાં અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે: તેમણે જે નફિલ નમાઝો નબી ﷺ પાસેથી શીખી તે દસ રકઅતો છે અને તેને સુનને રવાતિબ પણ કહેવામા...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા.
આ હદીષમાં આયશ રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હંમેશા નફિલ નમાઝની પાબંદી કરતાં હતા, અને ઘરમાં પઢતા હતા, તે નમાઝો ક્યારે...
અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક બે અઝાનો વચ્ચે નમાઝ છે, દરેક બે અઝાન...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દરેક અઝાન અને ઈકામતની વચ્ચે નફિલ નમાઝ છે, આ વાક્ય ત્રણ વખત કહ્યું, ત્રીજી વખતે કહ્યું તેના માટે મુસ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત સુબ્હાનલ્લાહ, તેત્રીસ વખત અલ્ હમ્દુ લિલ્લાહ, તેત્રીસ વખત અલ્લાહુ અકબર પઢે, તો આ ગણતરી કુલ નવ્વાણું થઈ, અને સોની ગણતરી પૂરી કરવા માટે, એક વખત "લા ઇલાહ ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વલહુલ્ હમ્દુ, વહુવ અલા કુલ્લિ શયઇન કદીર" પઢશે તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા હોય».

અબૂ ઉમામહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી આયતુલ્ કુરસી પઢે, તો તેને મોત સિવાય કોઈ વસ્તુ જન્નતમાં પ્રવેશ કરવાથી રોકી નહીં શકે».

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ સાથે દસ રકઅતો શીખી: બે રકઅતો જોહર પહેલા, અને બે રકઅતો જોહર પછી, અને બે રકઅતો ઘરમાં મગરિબ પછી, અને બે રકઅતો ઘરમાં ઈશા પછી, અને બે રકઅતો સવારે ફજર પહેલા, આ તે સામે હતો જેમાં નબી ﷺ પાસે કોઈને આવવાની પરવાનગી ન હતી, હફસા રઝી અલ્લાહુ અન્હા એ મને કહ્યું કે જ્યારે મુઅઝિને ફજરની અઝાન આપી અને ફજર થઈ તો નબી ﷺ બે રકઅતો નમાઝ પઢી, અને બીજા શબ્દોમાં: નબી ﷺ જુમ્માની નમાઝ પછી બે રકાઅત પઢતા હતા.

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા.

અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક બે અઝાનો વચ્ચે નમાઝ છે, દરેક બે અઝાન વચ્ચે નમાઝ છે», ફરી ત્રીજી વખત કહ્યું: «તેના માટે જે ઈચ્છે».

અબૂ કતાદહ અસ્ સલમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ».

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જો તમે જુમ્માના દિવસે ખુતબાની વચ્ચે પોતાના સાથીઓને કહ્યું: ચૂપ રહે, તો તમે વ્યર્થ કાર્ય કર્યું».

ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મને હરસની બીમારી હતી, તો મેં નબી ﷺ ને નમાઝ વિશે સવાલ કર્યો તો નબી ﷺ એ કહ્યું: «ઉભા ઉભા નમાઝ પઢો, જો તેની પણ શક્તિ ન હોય તો બેઠા બેઠા નમાઝ પઢો, અને જો તેની પણ શક્તિ ન હોય તો પડખા પર નમાઝ પઢી શકો છો».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે».

મહમૂદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ મસ્જિદે નબવીમાં (રીનોવેશન) કરવાનો વિચાર કર્યો તો લોકો તેને નાપસંદ કરવા લાગ્યા, અને લોકો ઇચ્છતા હતા કે જે સ્થિતિમાં મસ્જિદ છે, તે જ સ્થિતિમાં તેને છોડી દો, આ વાત પર ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા છે: «જે વ્યક્તિ અલ્લાહ માટે મસ્જિદ બનાવે તેના માટે અલ્લાહ તેના જેવું જ જન્નતમાં એક ઘર બનાવે છે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ પાસે સોનું અને ચાંદી હોય અને તે (નિસાબ) સુધી પહોંચી જાય, છતાંય તેનો (ઝકાત)નો હક અદા ન કરે, તો કયામતના દિવસે તેના માલની આગની તખતીઓ બનાવવામાં આવશે, તે તખતીઓને આગમાં ગરમ કરવામાં આવશે, અને તેના વડે તેના કપાળ, તેની પીઠ અને તેના બાજુઓને દાગ આપવામાં આવશે, અને જ્યારે પણ તે તખતીઓ ઠંડી પડી જશે, ફરીવાર તેને ગરમ કરવામાં આવશે, (આ અમલ સતત ચાલુ રાખવામાં આવશે) હિસાબ કિતાબના દિવસ સુધી, ત્યાંનો એક દિવસ પચાસ હજાર વર્ષ બરાબર હશે, જ્યાં સુધી બંદાઓ વચ્ચે નિર્ણય કરી દેવામાં આવશે, અને તેમને જન્નત અથવા જહન્નમનો માર્ગ બતાવી દેવામાં આવશે».

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «સદકો કરવાથી માલ ઓછો થતો નથી, કોઈને માફ કરી દેવાથી અલ્લાહ તેના સન્માનમાં વધારો કરે છે અને જે વ્યક્તિ અલ્લાહ માટે આજીજી અપનાવે છે તો અલ્લાહ તઆલા તેના દરજ્જા બુલંદ કરે છે».