/ જો તમે જુમ્માના દિવસે ખુતબાની વચ્ચે પોતાના સાથીઓને કહ્યું: ચૂપ રહે, તો તમે વ્યર્થ કાર્ય કર્યું...

જો તમે જુમ્માના દિવસે ખુતબાની વચ્ચે પોતાના સાથીઓને કહ્યું: ચૂપ રહે, તો તમે વ્યર્થ કાર્ય કર્યું...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જો તમે જુમ્માના દિવસે ખુતબાની વચ્ચે પોતાના સાથીઓને કહ્યું: ચૂપ રહે, તો તમે વ્યર્થ કાર્ય કર્યું».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ કહ્યું કે જે લોકો જુમ્માના દિવસે ખુતબામાં હાજરી આપતા હોય તેમના માટે જરૂરી અદબ માંથી એક અદબ એ કે શાંતિપૂર્વક ખુતબો આપનારની વાત સાંભળે, જેથી તેમને શિખામણ પ્રાપ્ત થાય, અને એ કે જે કંઈ પણ બોલો, ભલેને તે સહેજ પણ હોય જેવું કે તમે કોઈને કહો કે ચૂપ રહે, અથવા સાંભળ, તો પણ તેણે પોતાની જુમ્માના દિવસની મહત્ત્વતા વ્યર્થ કરી દીધી.

Hadeeth benefits

  1. ખુતબો સાંભળતી વખતે વાત કરવી હરામ છે, તે સમય દરમિયાન કોઈને બુરાઈથી રોકવા અથવા, સલામનો જવાબ આપવા અથવા તો છીંકનો જવાબ આપવા પણ કેમ ના હોય, અર્થાત્ તે દરેક કાર્ય હરામ છે જેના દ્વારા કોઈને સંબોધિત કરવામાં આવે.
  2. હા, ઇમામ કોઇની સાથે વાત કરે અથવા કોઈ વ્યક્તિ ઈમામ સાથે વાત કરે તો તે જાઈઝ છે.
  3. જરૂરતના સમયે બે ખુતબા વચ્ચે જે સમય હોય છે, તેમાં વાત કરવી જાઈઝ છે.
  4. ખુતબો આપતી વખતે જ્યારે નબી ﷺ નું નામ આવે તો ખુતબો સાંભળનાર નબી ﷺ પર ધીમી અવાજે સલામ અને દરુદ પઢશે, આ જ તરીકો દુઆ વખતે આમીન કહેવામાં છે.