સદકો કરવાથી માલ ઓછો થતો નથી, કોઈને માફ કરી દેવાથી અલ્લાહ તેના સન્માનમાં વધારો કરે છે અને જે વ્યક્તિ અલ્લાહ માટે આજીજી અપનાવે છે તો અલ્લાહ તઆલા તેના દરજ્જા બુલંદ કરે છે...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «સદકો કરવાથી માલ ઓછો થતો નથી, કોઈને માફ કરી દેવાથી અલ્લાહ તેના સન્માનમાં વધારો કરે છે અને જે વ્યક્તિ અલ્લાહ માટે આજીજી અપનાવે છે તો અલ્લાહ તઆલા તેના દરજ્જા બુલંદ કરે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સમજુતી
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સદકો કરવાથી માલમાં ઘટાડો થતો નથી, પરંતુ તેના કારણે તે તમને આપત્તિઓથી સુરક્ષિત રાખે છે, અને અલ્લાહ તેને ભવ્ય બદલો આપી પાછું આપે છે અને સહેજ પણ ઘટાડો કરતો નથી.
બદલો લેવાની ક્ષમતા હોવા છતાંય માફ કરવાથી અલ્લાહ તઆલા તેની શક્તિ અને સન્માનમાં વધારો કરે છે.
અને જે કોઈ અલ્લાહ માટે આજીજી અપનાવશે, અલ્લાહ સિવાય કોઈનાથી ડરશે નહીં અને ન તો તેના સિવાય કોઈની પાસે માંગે છે, તો તેને બદલામાં તેને ઊંચા સ્થાન આપે છે.
Hadeeth benefits
ભલાઈ અને સફળતા શરીઅતની પાંબદી કરવામાં અને તેના પર સારા અમલ કરવામાં છુપાયેલી છે, જો કે કેટલાક લોકો તેની વિરુદ્ધ અનુમાન લગાવતા હોય છે.
Share
Use the QR code to easily share the message of Islam with others