- અઝાન સને ઈકામત વચ્ચે નફિલ નમાઝ પઢવી મુસ્તહબ છે.
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ વાતને વારંવાર કહેતા, જેથી સાંભળવાવાળા તે વાતને સારી રીતે સમજી શકે, અને કહેવામાં આવેલી વાત પર ભાર આપવામાં આવે.
- બે અઝાનનો અર્થ: અઝાન અને ઈકામત, બન્નેને સામાન્ય રીતે બે અઝાન જ કહેવાય છે, જેવું કે કમરૈની (સૂર્ય અને ચાંદ) ઉમરૈન (અબૂ બકર અને ઉમર).
- અઝાન, નમાઝનો સમય થઈ ગયો છે, તે દર્શાવે છે અને ઈકામત નમાઝ પઢવા માટે હાજર થવાની સૂચના છે.