જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત સુબ્હાનલ્લાહ, તેત્રીસ વખત અલ્ હમ્દુ લિલ્લાહ, તેત્રીસ વખત અલ્લાહુ અકબર પઢે, તો આ ગણતરી કુલ નવ્વાણું થઈ, અને સોની ગણતરી પૂરી કરવા માટે, એક વખત "લા ઇલાહ ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વલહુલ્...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત સુબ્હાનલ્લાહ, તેત્રીસ વખત અલ્ હમ્દુ લિલ્લાહ, તેત્રીસ વખત અલ્લાહુ અકબર પઢે, તો આ ગણતરી કુલ નવ્વાણું થઈ, અને સોની ગણતરી પૂરી કરવા માટે, એક વખત "લા ઇલાહ ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વલહુલ્ હમ્દુ, વહુવ અલા કુલ્લિ શયઇન કદીર" પઢશે તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા હોય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સમજુતી
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જે વ્યક્તિ ફર્ઝ નમાઝ પઢયા પછી આ અઝકાર પઢશે:
તેત્રીસ વખત: "સુબ્હાનલ્લાહ (અલ્લાહ પવિત્ર છે)", તે એ કે અલ્લાહ દરેક પ્રકારની ખામીઓથી પાક છે.
તેત્રીસ વખત: "અલ્ હમ્દુ લિલ્લાહ (દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે)", તેના સંપૂર્ણ ગુણોનું સન્માન અને મોહબ્બત સાથે વખાણ કરવા.
અને તેત્રીસ વખત: "અલ્લાહુ અકબર (અલ્લાહ સૌથી મોટો છે)", તે એ કે ખરેખર અલ્લાહ દરેક વસ્તુથી મોટો અને મહાન છે.
સો ની ગણતરી પુરી કરવા માટે આ ઝિક્ર પઢવો જોઈએ: "લા ઇલાહ ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વલહુલ્ હમ્દુ, વહુવ અલા કુલ્લિ શયઇન કદીર (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એકલો જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે)", અર્થાત: એક અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને એ કે પવિત્ર અલ્લાહ માટે જ સંપૂર્ણ માલિકી છે, તેની ઇઝ્ઝત અને મોહબ્બત કરતા દરેક પ્રકારની પ્રશંસા અને વખાણ ફક્ત તેના માટે જ છે, બીજા કોઈને માટે નથી, અને એ કે તે સંપૂર્ણ કુદરત ધરાવે છે, તેને કોઈ વસ્તુ હરાવી નથી શકતી.
જે વ્યક્તિ આ અઝકાર પઢશે, તો તેની ભૂલો અને ગુનાહો માફ કરી દેવામાં આવશે, ભલે ને તેના ગુનાહ સમુદ્રની ફીણ બરાબર કેમ ન હોય, જે ફીણ સમુદ્રની મોજ વખતે તેના કિનારા ઉપર જોવા મળતી હોય છે.
Hadeeth benefits
ફર્ઝ નમાઝ પછી આ દુઆઓ પઢવી જાઈઝ છે.
આ દુઆઓ ગુનાહોની માફીનું એક કારણ છે.
અલ્લાહ તઆલાની ભવ્ય કૃપા, કરુણા અને માફી ખૂબ મોટી છે.
આ દુઆઓ ગુનાહોની માફીનું એક કારણ છે, અર્થાત્ સગીરહ (નાના) ગુનાહ, કબીરહ (મોટા) ગુનાહ તો તૌબા વગર માફ કરવામાં આવતા નથી.
Share
Use the QR code to easily share the message of Islam with others